બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિવાદ વચ્ચે સમય રૈનાના શોને લઇ ગુજરાતમાં એક્શન, તંત્રએ ઉઠાવ્યું સૌથી મોટું પગલું

VTV ઇમ્પેક્ટ / વિવાદ વચ્ચે સમય રૈનાના શોને લઇ ગુજરાતમાં એક્શન, તંત્રએ ઉઠાવ્યું સૌથી મોટું પગલું

Last Updated: 12:50 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં આયોજિત શો હાઉસફૂલ થઈ ગયા છે, ત્યારે હવે VTV NEWSના અહેવાલની ધારદાર અસર બાદ અમદાવાદ અને વડોદરામાં સમય રૈનાનો શો કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં આયોજિત બધા જ શોની લગભગ તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. ત્યારે VTV NEWSના અહેવાલની ધારદાર અસર બાદ અમદાવાદ અને વડોદરામાં સમય રૈનાનો શો કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ, વડોદરામાં સમય રૈનાનો શો કેન્સલ

સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે. આ પછી અમદાવાદના શોના આયોજક નિરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે. સાથે જ જણાવ્યું કે વિવાદના કારણે શો નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આયોજિત થનારા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. સાથે જ વડોદરામાં આયોજિત શો પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

સમય રૈનાના અનફિલ્ટર શોનો મામલો

વિવાદિત કોમેડિયન સમય રૈનાનો અનફિલ્ટર શો સુરતમાં આગામી 17 એપ્રિલના રોજ યોજવાનો છે, જયારે 19-20 એપ્રિલના રોજ અમદાવાદમાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ શોની લગભગ ટિકિટો વેચાઈ ગઈ છે. એક કલાક 30 મિનિટના આ શોની અત્યારથી જ 999 થી 1999 સુધીની તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ચુકી છે. જયારે 2500 રૂપિયા અને 3000 રૂપિયાની થોડી ઘણી ટિકિટ બાકી રહી છે. ત્યારે આ વિવાદિત કોમેડિયનના શોને લઈને હવે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. આ પછી હવે આ શોના આયોજકે ભૂલ સ્વીકારીને શો કેન્સલ કરી દીધા છે.

PROMOTIONAL 12

અમદાવાદમાં શેલામાં ઔડા ઓડીટોરિયમમાં સમય રૈનાનો શો યોજાઈ રહ્યો હતો, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં સમય રૈનાના આ શોને લઈને ઓડિટોરિયમનું બુકિંગ ઓનલાઈન થયું છે. ઓનલાઇન બુકિંગમાં કોમેડી શો એટલું જ લખવામાં આવ્યું છે. હાલ આ વિવાદિત શો માટે ઓડિટોરિયમનું બુકિંગ કોણે કર્યું છે તેની સુરત મહાનગરપાલિકા પાસે કોઈ જાણકારી નથી. જોકે 15 માર્ચ સુધી આ સમગ્ર મામલે આયોજકોએ લાયસન્સ રજૂ કરવું પડશે. લાયસન્સ જમા કરાવ્યા બાદ જ શોના પરફોર્મન્સ મામલે પરવાનગી અપાશે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સૌથી મોટી કાર્યવાહી, શહેરમાંથી 15 બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ

જે કોમેડિયનને લઈને ભરપૂર વિવાદ થયો તેને જ ઓડિટોરિયમ આપ્યું હોવાને લીધે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે. દેશભરમાં સમય રૈનાનો વિરોધ થઈ રહ્યો છે, પણ અમદાવાદમાં તેનો શો હાઉસફૂલ હોવાને કારણે વિવાદ ઉભો થયો છે. જયારે આ અંગે ઓનલાઇન બુકિંગ થયું હોવાથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખાનગી રહે ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samay Raina Show Canceled Samay Raina Gujarat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ