બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Control room ready at Ahmedabad for Gujaratis trapped in Sudan

'ઑપરેશન કાવેરી' / સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ તૈયાર, આ નંબર પર સંપર્ક કરી વિગત મેળવી શકાશે

Malay

Last Updated: 09:07 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Kaveri: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ગુજરાતીઓ તેમના પરિવારને કંટ્રોલ રૂમ મારફતે જાણકારી આપી શકે છે.

 

  • સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર
  • અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બનાવ્યો કંટ્રોલ રૂમ
  • 079- 27560511 નંબર પર ફોન કરીને મેળવી શકે માહિતી

યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતે તેના નાગરિકોને બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરું કરી દીધું છે. જે હેઠળ સુદાનથી સાઉદી અરબના જેદ્દાહમાં ભારતીયોને લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. આ વચ્ચે સડાનમાં ફસાયેલા ભારતીયો માટે અમદાવાદમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. 

કલેક્ટર કચેરી ખાતે બનાવાયો કંટ્રોલ રૂમ
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ગુજરાતીઓ તેમના પરિવારને કંટ્રોલ રૂમ મારફતે જાણકારી આપી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં 079- 27560511 નંબર પર કૉલ કરીને માહિતી મેળવી શકાય છે. સુદાનમાં ફસાયેલા 1000 ભારતીયો કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર ઉતરતાં જ કરી નારેબાજી
ઓપરેશન કાવેરી અંતર્ગત પહેલા તબક્કામાં 360 જેટલા લોકો ગઈકાલે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જેદ્દાહથી 360 લોકોને લઈને એક સ્પેશિયલ ફ્લાઈટ નવી દિલ્હી આવી પહોંચી હતી. લોકોના ચહેરા પર એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુદાનથી ભારત આવેલા 360 લોકોએ એરપોર્ટ પર ઉતરતાં જ 'ભારત માતા કી જય, ઈન્ડીયન આર્મી, PM મોદી જિંદાબાદ' જેવી નારેબાજી કરી હતી અને સરકારનો ખાસ આભાર માન્યો હતો. છેલ્લા 24 કલાકમાં સુદાનમાં ફસાયેલા 1000 ભારતીયો કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પરત લવાયા છે.  

સુદાનમાં ફસાયા 3,000થી વધુ ભારતીય નાગરિકો
સરકારે શુક્રવારે કહ્યું હતું કે, તે હજી પણ સુદાનમાં વિવિધ સ્થળોએ તૈનાત 3,000થી વધુ ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવાની સૂચના આપી હતી. સુદાનમાં છેલ્લા 10 દિવસથી દેશની સેના અને અર્ધસૈનિક જૂથ વચ્ચે ભીષણ લડાઇમાં 400થી વધુ લોકોના મોત થયા છે. 

સુદાનમાં અત્યાર સુધીમાં 459 લોકોના મોત થયા 
સુદાનમાં બળવા માટે સેના અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચે 15 એપ્રિલે લડાઈ શરૂ થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, લડાઈમાં અત્યાર સુધીમાં 459 લોકો અને સૈનિકોના મોત થયા છે. 4,072 લોકો ઘાયલ થયા છે. સુદાનમાં 27 એપ્રિલની મધરાત 12 સુધી 72 કલાકનો યુદ્ધવિરામ છે. આ દરમિયાન અન્ય દેશો માટે તેમના નાગરિકોને અહીંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Control Room Operation Kaveri ahmedabad sudan અમદાવાદ કંટ્રોલ રૂમ અમદાવાદ ન્યૂઝ સુદાન વાયરલ વીડિયો Operation Kaveri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ