Contract list of team India players announced, Jadeja-Hardik got promotion, this veteran player got a blow
ક્રિકેટ /
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર, જાડેજા-હાર્દિકને મળી બઢતી, આ દિગ્ગજ ખેલાડીને લાગ્યો ઝટકો
Team VTV08:49 AM, 27 Mar 23
| Updated: 09:08 AM, 27 Mar 23
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટની આ યાદીમાં કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે
BCCI એ 2022-23 સીઝન માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી
A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર
હાર્દિક-અક્ષરને પણ પ્રમોટ કરવામાં આવ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે આ વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદીમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રમોટ કરવામાં આવ્યો છે અને હવે તે A+ ગ્રેડમાં આવી ગયો છે સાથે જ કેએલ રાહુલને એ ગ્રેડમાંથી ડીમોટ કરીને બી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે BCCIએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.
A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટની આ યાદીમાં કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એ સાથે જ રવિન્દ્ર જાડેજાને આ લિસ્ટમાં જગ્યા મળી છે જેથી A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ચાર ખેલાડીઓને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી 7 કરોડ રૂપિયા મળશે.
હાર્દિક-અક્ષરને પણ પ્રમોટ કરવામાં આવ્યા હતા
નોંધનીય છે કે હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલનો ગ્રેડ Aમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા અક્ષર પટેલ બી ગ્રેડમાં અને હાર્દિક પંડ્યા સી ગ્રેડમાં હતો પણ હવે તેને પ્રમોટ કરીને ગ્રેડ Aમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સાથે જ ગ્રેડ Bમાં બેટ્સમેન ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વખતે શુભમન ગિલને પણ પ્રમોટ કરવામાં આવ્યો છે. B ગ્રેડમાં સામેલ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળવાના છે.
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 - Team India (Senior Men).
આ ખેલાડીઓને મળી કોન્ટ્રાક્ટ લિસ્ટમાં તો આમને કરવામાં આવ્યા બહાર
ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરત ગ્રેડ Cનો ભાગ છે અને તેમને 1 કરોડ રૂપિયા મળશે. આ સાથે જ ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલી વખત કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
સાથે જ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સિઝનમાં બી ગ્રેડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચહરને પણ બહાર કરવામાં આવ્યા છે.
એટલે કે જોવામાં આવે તો આ વખતે A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓ, Aમાં પાંચ, ગ્રેડ Bમાં છ અને ગ્રેડ Cમાં 11 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.