બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / contempt notice to Gujarat chief secretary for RTE with HC order
Gayatri
Last Updated: 06:53 PM, 4 October 2019
ADVERTISEMENT
રાજ્યના ચીફ સેક્રેટરી જે એન સિંગ અને એમ આઇ જોશી નિયામક પ્રાથમિક શિક્ષણ ને HCએ નોટીસ ઇસ્યૂ કરી છે. HCનાં આદેશ ની અવગણના બદલ નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. HC એ RTEનાં અમલ બાબતે એડમીશન ને લઈને જે ચુકાદો આપ્યો હતો તેનું શૈક્ષણિક સંસ્થાઓ યોગ્ય રીતે પાલન કરતી નથી. જેને મામલે તેમના ઉપર કોર્ટના અવમૂલ્યન નો આરોપ લાગ્યો છે.
સામાન્ય નાગરિક દ્વારા અરજી કરાઈ હતી.
contempt of court ની પિટિશન અરજદાર દ્વારા ફાઇલ કરાઈ હતી જેમાં RTE માં અમલ બાબતે HC ચોક્ક્સ દિશા નિર્દેશ આપ્યા હતા. શાળાઓ દ્વારા જેનું પાલન થયુ નથી. RTEના પાલન મામલે હાઈકોર્ટે ઘણા દિશાનિર્દેશ આપ્યા હતા પરંતુ ગુજરાતમાં તેની અવગણના કરવામાં આવી રહી છે આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
ADVERTISEMENT
શું હતા નિર્દેશ?
અમુક નવી શાળાઓને જે વર્ષે શરૂ થઈ છે એના નામ પોર્ટલ પર મૂકવાનાં અને એમાં પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે જોકે સરકારે તે દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી.. જેથી હાઇકોર્ટે સરકાર પાસે જવાબ રજુ કરવા નિર્દેશ કર્યો છે જેથી અગામી 14 નવે.એ સરકાર તરફ થી હાઇકોર્ટમાં જવાબ રજુ કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.