બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Contaminated water released into Mahisagar river, pollution department team in Nadiad

ખેડા / વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં GPCBનો સપાટો, પ્લાન્ટનું દૂષિત પાણી મહીસાગરમાં છોડાતા હાથ ધરાઇ આ કાર્યવાહી

Dinesh

Last Updated: 03:58 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કોલોનીના મકાનોનું અને પ્લાન્ટનું દૂષિત પાણી છોડવામાં આવતું હતું

  • થર્મલ પાવર સ્ટેશનમાં GPCBનું ચેકિંગ 
  • નદીના પાણીના સેમ્પલ લેવાયા 
  • હવા પ્રદૂષણ અંગે પણ GPCBની કાર્યવાહી

 

ખેડામાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું  છે. નડીયાદ પ્રદૂષણ વિભાગની ટિમોએ નદીના પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યાં છે. ફ્લાય એશથી થતા હવા પ્રદૂષણ અંગે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાગોલમાં આવેલ સિમેન્ટ ફેકટરીમાં પણ GPCBએ તપાસ હાથ ધરી હતી. કોલોનીના મકાનો અને પ્લાન્ટનું દૂષિત પાણી છોડાવામાં આવતું હતું. મહીસાગર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતા નદીના પાણીને સેમપ્લ લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહી છે. મહીસાગર નદીના જળચર પ્રાણીઓના આરોગ્ય પર પણ અસર થઈ રહી હતી. 

પ્રદૂષણ વિભાગનું ચેકિંગ
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં GPCBએનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રદુષણ વિભાગની ટિમો દ્વારા નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ ફ્લાય એશથી થતા હવા પ્રદુષણ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કોલોનીના મકાનો અને પ્લાન્ટનું દૂષિત પાણી નદીમાં છોડવામાં આવવાની ફરિયાદો અવાર-નવાર ફરિયાદો સામે આવી હતી. જે બાબતે  સાગોલમાં આવેલી સિમેન્ટ ફેકટરીમાં પણ GPCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
 
નદીમાં દૂષિત પાણી છોડાતું હતું
નદીમાં કોલોનીના મકાનો અને પ્લાન્ટનું દૂષિત પાણી છોડવામાં આવતાની અવાર-નવાર તંત્રને ધ્યાને આવ્યું હતું. જે બાબતે નડિયાદ પ્રદુષણ વિભાગની ટિમો દ્વારા નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેમજ સિમેન્ટ ફેકટરીમાં અને અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દૂષિત પાણીથી નદીના જળચર પ્રાણીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Kheda Mahisagar river gpcb pollution department Kheda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ