બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / ભૂલથી પણ ગરમીમાં વધારે કોલ્ડ ડ્રિંક્સ ન પીતા, નહીંતર સ્વાસ્થ્યને થઇ શકે છે આડઅસર, પહેલા આ વાંચી લેજો

હેલ્થ / ભૂલથી પણ ગરમીમાં વધારે કોલ્ડ ડ્રિંક્સ ન પીતા, નહીંતર સ્વાસ્થ્યને થઇ શકે છે આડઅસર, પહેલા આ વાંચી લેજો

Last Updated: 08:19 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Cold Drinks: કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થોડા સમય માટે રાહત જરૂર મળે છે. પરંતુ તેમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કોલ્ડ ડ્રિંક્સનું વધારે સેવન કરવાથી તમારી તબિયત બગડી શકે છે.

ગરમીમાં ચિલ્ડ કોલ્ડ ડ્રિંક્સનો આનંદ લોકો માણે છે. આ ડ્રિંક્સને પીધા બાદ શરીરમાં ઠંડક મળે છે પરંતુ જેટલી કોલ્ડ ડ્રિંક્સ સારી લાગે છે તેટલી વધારે નુકસાનકારક હોઈ શકે છે. કોલ્ડ ડ્રિંક્સને રોજ અને વારંવાર પીવી જોઈએ. હદથી વધારે કોલ્ડ ડ્રિંક્સ તમને ઘણી બીમારીઓના દર્દી બનાવી શકે છે.

cold-2

વધારે ન પીવી જોઈએ કોલ્ડ ડ્રિંક્સ

એક રિપોર્ટ અનુસાર કોલ્ડ ડ્રિંક્સનું સેવન વધારે ન કરવું જોઈએ. કારણ કે તેમાં ન્યૂટ્રિએન્ટ્સનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે જ્યારે શુગર અને કેલેરી હદથી વધારે હોય છે. તેના કારણે વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થઈ શકે છે. વધારે કેલેરીના કારણે કોલ્ડ ડ્રિંક્સને સ્થૂળતાનું મુખ્ય કારણ માનવામાં આવી શકે છે.

ઘણા રિસર્ચ અનુસાર વધારે શુગરી ડ્રિંક્સ પીવાથી ડાયાબિટીસનો ખતરો પણ વધી શકે છે. ઈનડાયરેક્ટ રીતે તેનાથી હાર્ટ હેલ્થને પણ નુકસાન થઈ શખે છે. લોકોને દરેક સિઝનમાં કોલ્ડ ડ્રિંક્સને અવોઈડ કરવી જોઈએ.

Cold-Drinks1

લિવર માટે નુકસાનકારક

અમુક સ્ટડીમાં કોલ્ડ ડ્રિંક્સને લિવડ માટે નુકસાનકારક માનવામાં આવી છે. સંશોધકોની માનીએ તો કોલ્ડ ડ્રિંક્સનું વધારે સેવન કરવાથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝનું જોખમ વધી શકે છે. તેના પાછળ એક કારણ છે. હકીકતે કોલ્ડ ડ્રિંક્સ વધારે પ્રમાણમાં લિવરમાં પહોંચી જાય છે.

વધુ વાંચો: જાહેર ચેતવણી! પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક ન કર્યું તો થશે મોટું નુકસાન, ઈન્કમ ટેક્સ વિભાગે આપી ડેડલાઇન

ત્યારે લિવર ઓવરઓડ થઈ જાય છે અને ફ્રક્ટોઝને ફેટમાં બદલી નાખે છે. તેના કારણે લિવરમાં ફેટ જમા થવા લાગે છે. કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવાથી શરીરમાં ઈન્સુલિન રજીસ્ટેંસ પેદા થઈ શકે છે. જેનાથી બ્લડ શુગર વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને ભૂલથી પણ કોલ્ડ ડ્રિંક્સ ન પીવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Cold Drinks કોલ્ડ ડ્રિંક્સ Health Problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ