બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા તરબૂચનું સેવન કરો, હાર્ટ એટેકના ખતરાથી બચશો
Last Updated: 10:32 AM, 27 May 2024
હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ આજકાલ સામાન્ય થઈ ગઈ છે, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. હાઈપરટેન્શન ફક્ત તમારા હૃદય માટે જ ખરાબ નથી, પરંતુ તે કિડની, આંખો અને શરીરના અન્ય ઘણા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. જો કે, થોડી મહેનતથી બીપીને નિયંત્રિત કરી શકાય છે. નિષ્ણાતો અનુસાર જો તમે ઉનાળાની ઋતુમાં આ એક ફળ ખાઓ છો તો બ્લડ પ્રેશર નેચરલ રીતે જાળવી શકાય છે, ચાલો જાણીએ કયું છે આ ફળ..?
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાનું કોને ન ગમે, પરંતુ શું તમે જાણો છો કે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તરબૂચમાં સિટ્રુલાઈન નામનું એમિનો એસિડ હોય છે. તમારું શરીર સિટ્રુલિનને આર્જિનિનમાં રૂપાંતરિત કરે છે અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડના ઉત્પાદનમાં મદદ કરે છે. નાઈટ્રિક ઑકસાઈડ રક્ત વાહિનીઓને આરામ કરવામાં અને ધમનીઓમાં લવચીકતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જે વધુ સારા રક્ત પ્રવાહમાં ફાળો આપે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. વધુમાં, તરબૂચ પોટેશિયમનો સારો સ્ત્રોત છે, એક આવશ્યક ખનિજ જે કુદરતી રીતે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.
તરબૂચ ખાવાના અન્ય ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.