બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Consume these things in winter Cold cough problem will be go away know home remedies

તમારા કામનું / શિયાળામાં આ વસ્તુઓનું કરો સેવન! શરદી-ખાંસીની સમસ્યા રહેશે દૂર, જાણો ઘરગથ્થુ ઉપાય

Arohi

Last Updated: 07:40 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુમાં દરેક લોકોને શરદી-ખાંસીની સમસ્યા ખૂબ જલ્દી થઈ જાય છે. એવામાં ઘરગથ્થુ ઉપાયો તમને તેમાં રાહત આપી શકે છે. જાણો એવા અમુક ઉપાયો વિશે...

  • શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યા સામાન્ય 
  • એવામાં આ વસ્તુઓનું કરો સેવન 
  • શરદી-ખાંસી, વાયરલ, ફ્લૂ જેવી બિમારીઓ રહેશે દૂર 

શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં શરદી અને ખાંસી ઝડપથી થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ખાંસી, શરદી, વાયરલ અને ફ્લૂ જેવી બીમારીઓ થવી સામાન્ય વાત છે. તેથી જ આ સિઝનમાં લાઈફસ્ટાઈલ અને આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

આદુ
આદુનું સેવન શરદીના તમામ લક્ષણોથી રાહત મેળવવા માટે મદદ કરે છે. આદુ ગરમ હોવાની સાથે જ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે બંધ નાક, ગળાના દુખાવા સહિત અનેક રોગોમાં રાહત આપે છે. તેનું સેવન કરવા માટે તમે આદુની ચા લઈ શકો છો.

લસણ
શિયાળાની ઋતુમાં લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આવું એટલા માટે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે અને શરદી, ફ્લૂ જેવી બીમારીઓથી બચાવે છે.

મધ 
શિયાળાની ઋતુમાં મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે મધ તમારા શરીરને ગરમ રાખવાની સાથે ગળાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

ડ્રાયફ્રૂટ્સ 
દરેક ઋતુમાં સૂકો મોવો ખાઈ શકાય. પરંતુ જો તમે શિયાળામાં તમારા દિવસની શરૂઆત સૂકા મેવાથી કરો છો, તો તમે ખાંસી અને શરદીથી બચી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Cold cough Home Remedies Winter health tips ઘરગથ્થુ ઉપચાર શરદી-ખાંસી શરદી-ખાંસીના ઘરગથ્થુ ઉપાય શિયાળો Cold-cough
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ