બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:44 PM, 1 December 2022
ADVERTISEMENT
આજકાલ થાઈરોઈડના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તે ગળાના બેસ પર સ્થિત હોય છે જે આપણા શરીરના મેટાબોલિઝમમાં મદદ કરે છે. એવામાં અમે તમને જણાવીશું કે થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા માટે કયા સુપરફૂડનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
આમળા
આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તે થાઈરોઈડને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. તે વાળના સફેદ થવાને ધીમો કરે છે અને ડેન્ડ્રફને અટકાવે છે. બીજી તરફ, જો તમે થાઈરોઈડની સમસ્યાથી પરેશાન છો, તો તમે રોજ આમળા ખાઈ શકો છો.
કેળા
કેળાનું રોજ સેવન કરવાથી થાઈરોઈડને કંટ્રોલમાં રહે છે. આપને જણાવી દઈએ કે કેળામાં વિટામિન બી સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. જેના કારણે તે થાઈરોઈડને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
સીડ્સ
જો તમે થાઈરોઈડની સમસ્યાથી પરેશાન છો તો તમે સીડ્સનું સેવન કરી શકો છો. આ માટે તમે ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સને ડાયટમાં સામેલ કરી શકો છો.
આ ફળોને ડાયેટમાં કરો સામેલ
થાઈરોઈડની સમસ્યા હોય તો તમારે તમારા ડાયેટમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ માટે તમે કેળા, નારંગી, ટામેટા અને બેરીને ડાયટમાં સામેલ કરી શકો છો.
દૂધ
થાઈરોઈડના દર્દીઓએ તેમની ડાયેટમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે દૂધ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.