બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:13 PM, 20 February 2023
ADVERTISEMENT
લોકો સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ ચીજો ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓનું સેવન કરી બેસે છે કે આરોગ્યને નુકસાન થાય છે. તેની સૌથી પહેલી અસર પેટ પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, તેનાથી શરીરને બધાં તત્ત્વ મળે અને આરોગ્યને ફાયદો પણ થાય.
તુલસીઃ
તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ તો ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી ઇમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
ADVERTISEMENT
લીંબુ-મધઃ
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહે છે.
અજમોઃ
અજમામાં રહેલાં પોષક તત્ત્વ ખાવાનો સ્વાદ વધારવાની સાથે પેટને પણ તંદુરસ્ત રાખે છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયાબિટિસ થવાના ખતરાને ઘટાડે છે. સાથે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.
ગ્રીન ટીઃ
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વેઇટલોસ થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે.
બદામઃ
રોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વ યોગ્ય માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.