બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને વારંવાર થઇ રહી છે એસિડિટી? તો રોજ સવારમાં ઉઠીને આ ડ્રિંક પીવા લાગશો, પછી જુઓ રિઝલ્ટ!
Last Updated: 03:27 PM, 21 January 2025
જીરાનો ઉપયોગ દરેક રસોઈમાં થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેટમાં થતાં ગેસમાં આ જીરું કામ લાગી શકે છે. જીરામાં થાયમોલ નામનું કેમિકલ હોય છે જે પાચનશક્તિ વધારે છે અને સાથે એસિડિટી, ગેસ અને બ્લોટિંગથી છુટકારો અપાવે છે.
ADVERTISEMENT
જીરું છે ગુણોથી ભરપૂર
ADVERTISEMENT
જીરામાં ઘણા વિટામિન, મિનરલ્સ અને ફાઈબર હોય છે જે ગેસ્ટ્રો-પ્રોટેક્ટિવ પણ હોય છે જે એસિડિટીમાં રાહત આપે છે. જીરામાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.
જીરું કરે છે ડિટોકસીફીકેશન
તમે જીરું કોઈપણ રીતે ખાઈ શકો છો પરંતુ સૌથી અસરકારક અને સરળ રસ્તો એ છે કે જીરાનું પાણી પીવું. જીરાના પાણી પીવાના બીજા ઘણા ફાયદા છે જેમ કે વજન ઘટવું, વાળ મજબૂત થવા અને ત્વચા સાફ થવી. જીરું આખા શરીરને ડિટોક્સીફાય કરે છે.
ગેસ, ચરબીમાં જીરું ગુણકારી
જીરાના પાણીનું સેવન કરવાથી શરીરની પાચન ક્રિયા વધે છે, તે શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જો તમે ગેસથી છુટકારો મેળવવા માટે તેનું સેવન કરી રહ્યા છો, તો તે તમારી ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.
વધુ વાંચો: કોલેસ્ટ્રોલથી છો પરેશાન? તો સવાર-સવારમાં અપનાવો આ 7 આદતો, પછી જુઓ!
જીરાનું પાણી બનાવવાની રીત
જીરાનું પાણી બનાવવા માટે એક ચમચી જીરું આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે તેને ઉકાળીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો. આ ઉપરાંત બે કપ જેટલા પાણીમાં અડધી ચમચી જીરું નાખીને તેને ખૂબ ઉકાળો, અડધું પાણી બાકી રહે ત્યારે તેને ગાળીને ચાની જેમ પીવો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.