જમ્મૂ કાશ્મીરઃ કોન્સ્ટેબલનું અપહરણ કરી હત્યા કરનાર ત્રણ આતંકીઓ ઠાર

By : hiren joshi 10:01 AM, 22 July 2018 | Updated : 10:29 AM, 22 July 2018
શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરના કુલગામમાં આતંકીઓ અને જવાનો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. શનિવારે આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલન સલીમ ખાનનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે હવે ખુદવાનીમાં કોન્સ્ટેબલનુ અપહરણ કરનાર આતંકીઓને ત્રણ આંતકીઓને ઠાર કરાયા છે. અન્ય આતંકીઓને શોધવા સેનાનુ સર્ચ ઓપરેશન યથાવત્ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ હાજર હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ કુલગામના કુદવાણી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાયું હતું. સેનાએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો, જેમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
  જમ્મૂ કાશ્મીરના ડીજીપી એસપી વૈદે જણાવ્યું કે, આતંકવાદીઓ જે ગ્રુપે આપણા જવાન સલીમની સાથે ક્રુરતા કરી હતી, એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. એન્કાઉન્ટર સાઇટથી ત્રણ મૃતદેહોની સાથે ત્રણ હથિયારો પણ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કુલગામમાં આતંકવાદીઓએ કોન્સ્ટેબલ સલીમ શાહને શુક્રવારે મોડી રાત્રે અપહરણ કરી લઇ ગયા હતા. જ્યારે તેની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેઓ રજા પર હતા. તેના પહેલા પણ આતંકવાદીઓએ શોપિયાના પોલીસ કર્મચારી જાવેદ અહમદ ડારનું અપહરણ કર્યું હતું, જ્યારબાદ તેનો મૃતદેહ કુલગામથી મળ્યો. ડારની હત્યાની જવાબદારી હિઝ્બુલ મુઝાહિદ્દીને લીધી હતી.Recent Story

Popular Story