અમદાવાદ / કોન્સ્ટેબલ યુવતી સાથે લગ્ન કરવા માટે ધોરણ-૧૦ પાસ યુવક ડીવાયએસપી બન્યો

constable girl with Marriage Standard-10 Passed Youth DySP

નકલી પોલીસ બનીને લોકો પાસે તોડ કરનાર લોકોની અવારનવાર પોલીસ ધરપકડ કરતી હોય છે. તાજેતરમાં શહેરકોટડા પોલીસે નકલી પોલીસનો પર્દાફાશ કરતાં એક બોગસ ડીવાયએસપીની ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ યુવતી સાથે લગ્ન કરવા માટે ધોરણ-૧૦ પાસ કરેલ સુરેન્દ્રનગરનો યુવક ખાખી વરદી પહેરીને ડીવાયએસપી બન્યો હતો. પોલીસ સકંજામાં આવેલા આ ડીવાયએસપીએ શાહપુર પોલીસ સ્ટેશનની ખાનપુરચોકીમાં પીએસઆઇની ખુરશીમાં બેસીને ફોટા  પડાવ્યા હતા.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ