બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પહેલા કાનપુર.. હવે અજમેરમાં ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, રેલવે ટ્રેક પર પાથર્યા સિમેન્ટ બ્લોક
Last Updated: 09:50 PM, 10 September 2024
છેલ્લા ઘણા દિવસોથી ટ્રેનને પાટા પરથી ઉતારવાના અનેક કાવતરા સામે આવી રહ્યા છે. તાજેતરનો મામલો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. છેલ્લા 17 દિવસમાં અહીં પેસેન્જર અને માલગાડીઓ પાટા પરથી ઉતરી જવાની અનેક ઘટનાઓ બની છે. રવિવારે રાત્રે 10:30 વાગ્યે અજમેરના સરધના બાંગર ગ્રામ સ્ટેશન પર અજાણ્યા લોકોએ ફૂલેરાથી અમદાવાદ જતી માલગાડીને અજાણ્યા લોકોએ ટ્રેક પર 70 કિલો વજનનો સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
Rajasthan: A conspiracy to derail a train in #Ajmer on the Phulera-Ahmedabad route was foiled. Miscreants placed 70 kg of cement blocks on the track between Saradhna and Bangar Gram stations.
— All India Radio News (@airnewsalerts) September 10, 2024
▪️ DFCC and RPF patrolling ensured the rail track’s safety. The train passed safely,… pic.twitter.com/ycJGj8RrVE
ટ્રેનનું એન્જિન આ બ્લોક તોડીને આગળથી પસાર થઈ ગયું હતું જેના કારણે કોઈ દુર્ઘટના થઈ નથી. પાયલોટે તાત્કાલિક રેલવે પ્રશાસનને ઘટનાની જાણ કરી અને ત્યારપછી આરપીએફ અને માંગલિયાવાસ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેનના બંને ટ્રેક પર સિમેન્ટના બ્લોક મૂકવામાં આવ્યા હતા. એટલે કે બંને તરફથી આવતી ટ્રેનોને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેસની તપાસ માટે SITની રચના
અજમેરના એસપી દેવેન્દ્ર કુમારે કહ્યું કે એફઆઈઆર નોંધ્યા બાદ આ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. સિમેન્ટના બ્લોકના વજનને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે ટ્રેક પર બ્લોક મૂકવાનું કામ એક કરતા વધુ વ્યક્તિઓ કરી શકે છે. પોલીસ હવે રેલવે ટ્રેકની આસપાસની ઘટના દરમિયાન એક્ટિવેટ થયેલા મોબાઈલ ફોનના લોકેશનના આધારે નંબરો શોધી રહી છે. તેમજ આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. DFC ટ્રેક પર સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.
અગાઉ 23 ઓગસ્ટ 2024ના રોજ પાલીમાં અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર સિમેન્ટ બ્લોક અથડાયા બાદ પેસેન્જર ટ્રેનને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પછી 28 ઓગસ્ટ 2024 ના રોજ બરાન જિલ્લાના છાબરા વિસ્તારમાં એક માલગાડીની સામે મોટરસાઇકલનો સ્ક્રેપ ફેંકવામાં આવ્યો હતો. એન્જિન અથડાવાને કારણે મોટો વિસ્ફોટ થયો હતો અને બાઇકના ટુકડા થઇ ગયા હતા.
વધુ વાંચો : હરિયાણા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી બીજી યાદી, જાણો વિનેશ ફોગટની સામે કોણ મેદાને
જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. 8 સપ્ટેમ્બરના રોજ અજમેરના બાંગર ગ્રામ સ્ટેશનની વચ્ચે માલગાડીની સામેના પાટા પર સિમેન્ટના મોટા બ્લોક મૂકવામાં આવ્યા હતા. જેના કારણે માલગાડીનું એન્જિન અથડાયું હતું. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. જોકે જ્યારથી આવી ઘટનાઓ સામે આવી છે ત્યારથી રેલવેની ચિંતા વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.