બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Conspiracy to kill Gogamedi hatched in Jaipur, Scorpio hired by Navi, many secrets of murder revealed
Hiralal
Last Updated: 05:43 PM, 7 December 2023
ADVERTISEMENT
રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં ઘુસીને ચાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજપૂત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન સાથે બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે આ મામલે એક પછી એક ઘણા રહસ્યો ખુલી રહ્યા છે.
ગોગામેડીની હત્યાનું કાવતરું જયપુરમાં ઘડાયું
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું જયપુરમાં જ ઘડવામાં આવ્યું હતું. ગોળીબારમાં મૃત્યુ પામેલા નવીન સિંહ શેખાવતે 30 નવેમ્બરે વૈશાલી નગરથી ભાડેથી સ્કોર્પિયો કાર લીધી હતી. તે બે-ત્રણ દિવસમાં હત્યા કરીને ભાડાની કારમાં ભાગી જવાની યોજના ઘડી રહ્યો હતો પરંતુ તેના દુર્ભાગ્યે હત્યારાઓએ તેને પણ ગોળી મારી દીધી હતી.
ADVERTISEMENT
3માંથી 2 ગનમેન મેન રજા પર હતા
મંગળવારે સવારે તેણે કંપનીના જઈને 2000 રૂપિયા જમા કરાવ્યા અને વધુ એક દિવસનું ભાડું વધાર્યું. સીસીટીવી ફૂટેજમાં આરોપી વૈશાલી નગરના ચોક પર સ્કોર્પિયો લઈને જતો દેખાય છે. નવીન સિંહ શેખાવત અગાઉ પણ ગોગામેડીને મળ્યો હતો અને અહીં આવતા રહ્યા હતા. ગોગામેડીની સુરક્ષા માટે તૈનાત ત્રણ સુરક્ષાકર્મીઓમાંથી બે રજા પર હોવાનું જાણવા મળ્યું હતું.
ગોગામેડી કેમ આવ્યાં જયપુર
સુખદેવ સિંહ ગોગામેડી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડના નજીકના હતા. આથી તેઓ ખાનગી શાળાના લાયસન્સ નિયમિત કરવા બાબતે મળવા જયપુર આવ્યા હતા.
જયપુરમાં રોહિત-નીતિન નામના યુવાનોએ કરી હતી ગોગામેડીની હત્યા
ગઈ કાલે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે યુવાનોએ કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેમણે લોરેન્સ ગેંગના ઈશારે આ હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યા બાદ બન્ને હત્યારા ફરાર થઈ ગયા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. બન્નેના માથા પર 5-5 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગોગામેડીની હત્યા કોણે અને કેમ કરી
ગોગામેડીની હત્યા રાજસ્થાનની કુખ્યાત ગેંગ લોરેન્શ બિશ્નોઈ ગેંગના સંપત નેહરા અને રોહિત ગોદારાએ કરી હોવાનું સામે આવ્યું છે. ગોગામેડીની હત્યાના ઘણા કારણોમાં ગેંગસ્ટરોની ખંડણીનો ખુલ્લેઆમ વિરોધ પણ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.