બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Conspiracy to grab a house came to light in Ahmedabad
Last Updated: 11:40 PM, 28 March 2023
ADVERTISEMENT
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં ઓએનજીસીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતી વ્યક્તિનું મકાન વ્યાજખોરે હડપ કરી લીધું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ટેકનિશિયનને ૧૪ લાખ રૂપિયાના બદલામાં વ્યાજખોરે સિક્યોિરટી પેટે મકાન રિજસ્ટર બાનાખત કરાવી લીધું હતું. ત્યાર બાદ દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. રિજસ્ટર બાનાખતમાં વ્યાજખોરે મકાન ૪૧ લાખ રૂપિયામાં વેચાણ આપી દીધું હોવાનું લખાણ લખ્યું હતું.
ચીટિંગ તેમજ વ્યાજખોરીની ફરિયાદ કરી
ADVERTISEMENT
મોટેરા વિસ્તારમાં આવેલા દેવમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓએનજીસીમાં ટેકનિશિયન તરીકે કામ કરતા દેવરાજ યાદવે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચિંતન પટેલ, મૂલચંદ અસનાની, જયસિંગ ઠાકોર, ચંદ્રપ્રકાશ ભગવતસિંહ, ગૌરવ અને બી.એન. એન્ટરપ્રાઇઝના માિલક વિરુદ્ધ ચીટિંગ તેમજ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. દેવરાજ યાદવે વર્ષ ર૦૧૮માં દેવમ એપાર્ટમેન્ટમાં મકાન ખરીદ્યું હતું. વર્ષ ર૦૧૯માં દેવરાજની આર્થિક સ્થિિત ખરાબ થતાં તેમણે વ્યાજે રૂપિયા લેવાનું નક્કી કરી લીધું હતું અને બિલ્ડર મિત્રને વાત કરી હતી. મિત્રએ જી.કે. એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ દ્વારા વ્યાજનો ધંધો કરતા ચિંતન પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લેવા માટેનું દેવરાજને કહ્યું હતું. દેવરાજ ચિંતનની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેણે પાંચ ટકા લેખે વ્યાજે આપવાનું કહ્યું હતું. દેવરાજે ૪.પ૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે મકાનના રિજસ્ટર બાનાખત સિક્યોિરટી પેટે આપવાનું કહ્યું હતું. ચિંતને કહ્યું હતું કે તમે મને પૈસા પરત આપશો ત્યારે હું આ બાનાખત કેન્સલ કરી આપીશ. દેવરાજે વિશ્વાસમાં આવી જઇ મકાનનું રિજસ્ટર બાનાખત કરાવી લીધું હતું અને તેમના પતિ અને સંતાનોનું કબૂલાતનામું પણ ચિંતનને આપી દીધું હતું. આ સિવાય કોરા ચેક પણ ચિંતનને સિક્યોિરટી પેટે આપી દીધા હતા.
ચિંતન અવારનવાર મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપતો
દેવરાજે ચિંતન પાસેથી ૧૪ લાખ રૂપિયા વ્યાજે લઇ લીધા હતા. ત્યાર બાદ તેનું ૭૦ હજાર રૂપિયા વ્યાજ ભરતા હતા. દેવરાજે રજીસ્ટર બાનાખતની નકલ સરકારી કચેરીમાંથી કઢાવી ત્યારે તેમાં જાણવા મળ્યું હતું કે ચિંતને મકાન ૪૧ લાખ રૂપિયામાં ખરીદી લીધું છે, જેમાં ૧૪ લાખ રૂપિયા આપ્યા છે. દેવરાજે આ મામલે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે સિક્યોિરટી પેટે રિજસ્ટર બાનાખત કરાવ્યું છે. દેવરાજે ચિંતન પાસેથી બીજા ચાર લાખ રૂપિયાની માગણી કરી હતી, જેમાં તેણે મકાનનો દસ્તાવેજ કરવાની વાત કરી હતી. દેવરાજે મકાનનો દસ્તાવેજ કરાવી આપતાં ચિંતને તેને રૂપિયા આપ્યા નહીં અને ધાકધમકી આપવા લાગ્યો હતો. આ સિવાય મકાનના લાઇટિબલ સહિતનાં કનેક્શનમાં પોતાનું નામ ચઢાવી દીધું હતું. દેવરાજે આપેલા કોરા ચેકનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન તેમના મળિતયા મારફતે પણ કર્યાં હતાં. ચિંતન અવારનવાર તેના માણસો ઘરે મોકલીને મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપતો હતો.. દેવરાજે આ મામલે ચિંતન અને તેના સાગરીતો વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી તેમજ ખોટી રીતે મકાન હડપ કરી લેવાની ફરિયાદ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT