IRDAIના એક વર્કિંગ ગ્રુપે મોટર વિમા પ્રિમિયમમાં ઓન ડેમેજ, થર્ડ પાર્ટીના નુકસાનની ભરપાઇ અને અન્ય પ્રકારના વિમા પ્રિમિયમ સાથે Traffic Violation Premiumની શરૂઆત કરવાની ભલામણ કરી છે. જે હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને પોતાના વાહનના ઇન્સ્યોરન્સ માટે વધારે પ્રિમિયમ ચૂકવવું પડશે.
ખરાબ ડ્રાઇવિંગ પડશે ભારે
ટ્રાફિકના રુલ્સ ફોલો કરવા જરૂરી
વિમા પોલીસીમાં થશે ફેરફાર
પાંચમુ સેક્શન જોડવાની ભલામણ
IRDAIના વર્કિંગ ગ્રુપે મોટર ઇન્સ્યોરન્સમાં તેના માટે પાંચમુ સેક્શન જોડવાનો ભલામણ કરી છે. IRDAIના આ સમૂહે કહ્યું કે મોટર ઇન્સ્યોરન્સમાં મોટરનું પોતાનુ નુકસાન, મૂળ ત્રીજા પક્ષનો વિમો અને વ્યક્તિગત દુર્ઘટના વિમા પ્રિમીયમ સિવાય Traffic Violation Premiumને પણ જોડવામાં આવ્યું છે.
1 ફેબ્રુઆરી 2021 સુધી સજેશન માંગ્યા
IRDAIના આ વર્કિંગ ગ્રુપે ડ્રાફ્ટમાં કરેલી આ ભલામણો પર સંબંધિત પક્ષો પાસેથી 1 ફેબ્રુઆરી 2021 સુધી જરૂરી સજેશન માંગ્યા છે. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનની ફ્રિકવન્સી અને તેની ગંભીરતા લોકોને સમજાવી જોઇએ.
પોઇન્ટ્સના આધાર પર નક્કી થશે દંડ
ટ્રાફીક ઉલ્લંઘન પ્રિમીયમ વાહન જેના નામે રજીસ્ટર્ડ હશે તે વ્યક્તિ જ સંપૂર્ણ જવાબદારી લેશે. દારૂ પીને ગાડી ચલાવવા માટે 100 પોઇન્ટની પેનલ્ટી લગાવવામાં આવશે. જ્યારે ખોટી જગ્યાએ પાર્ક કરવા માટે 10 પોઇન્ટ પેનલ્ટી લાગશે. પ્રિમીયમનું અમાઉન્ટ આ પેનલ્ટી પોઇન્ટ સાથે લિંક થશે.