લૉકડાઉન / મહામારીમાં જે 'ટિકિટ' સરકારે કાપવી જોઈતી હતી તે વિપક્ષે 'કાપી'

Congress To Pay Migrants Fare Congress Sonia Gandhi master stroke in lockdown

કોરોના મહામારીની પરિસ્થિતિ તો જાણે ગરીબોનો જીવ લેવા જ બેઠી છે કે શું? એક બાજુ લોકડાઉનમાં સર્જાયેલી બેરોજગારી અને બીજી બાજુ ભૂખ, જવું તો જવું ક્યાં? લૉકડાઉનને કારણે સમગ્ર દેશ બંધ છે અને કોઈ રોજગાર નથી ત્યારે ગુજરાતમાં વસતા લાખો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. આવામાં ઘણી ટીકા અને માંગ ઉઠી ત્યારે સરકારે આખરે શ્રમિકોને જવાની મંજૂરી તો આપી પરંતુ અણઘડ રીતે. ટ્રેન અને બસની વ્યવસ્થા તો કરવાનું કહી દીધું પરંતુ આટલા દિવસથી ભૂખ્યાં અને બેરોજગાર શ્રમિકો પાસેથી સરકારે ટ્રેનની ટિકિટના પૈસા ન છોડ્યા. આવામાં વિપક્ષે તક જોતા આ શ્રમિકોના ટિકિટનો ખર્ચ ઉપાડીને આ મામલે સરકારની 'ટિકિટ' કાપી નાંખી તેમ કહી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ