કારકિર્દી પર ? /
PHOTOS: ગુજરાતી ફિલ્મના હિરોઈન પ્રગતિ આહીર પૉલિટિક્સમાં આવ્યાં, હવે પક્ષમાંથી પણ પડદો પડી ગયો !
Team VTV09:26 PM, 24 Jan 23
| Updated: 09:51 PM, 24 Jan 23
કૉંગ્રેસે પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીરે રાજકીય કારકિર્દી બનાવવા કૉંગ્રેસની વાટ પકડી હતી.
પ્રગતિ આહીરને કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
પ્રગતિ આહીરને કોંગ્રેસે બહારનો રસ્તો બતાવ્યો
રાજકીય કારકિર્દી માટે કૉંગ્રેસની વાટ પકડી હતી
વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ કૉંગ્રેસે, તેમના મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ટીવી ડિબેટ્સ પર કૉંગ્રેસનો પક્ષ મુકતાં પૂર્વ પ્રવક્તા એવાં પ્રગતિ આહીરને પક્ષે બહારનો રસ્તો બતાવી દીધો છે. એક સમયે મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીરે રાજકીય કારકિર્દી બનાવવા કૉંગ્રેસની વાટ પકડી હતી.
જો કે, થોડા સમય પૂર્વે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ તેઓ સામેલ થયા હતા.
રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પ્રગતિ આહીર
પ્રિયંકા ગાંધી સાથે પ્રગતિ
કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે
ગુજરાત મહિલા સેવાદળના અધ્યક્ષા તરીકે કાર્યક્રમમાં પ્રગતિ
પ્રગતિ આહીરે ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે
વેરાન થયો રે મારો વાયદો, તારીને મારી જોડી છે રાધેશ્યામની, જંજિરને ઝંડકારની પ્રગતિ આહીરની ફિલ્મોના નામ છે
રાજકારણમાં આવતાં પૂર્વે પ્રગતિ આહીરે મોડેલીંગની દુનિયામાં પણ કામ કર્યું હતું
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ માટેના એક પ્રબળ દાવેદાર મનાતા હતા. પોતાના વતન કેશોદમાં તેમણે આ માટે મહેનત પણ કરી હતી. વિધાનસભા ચૂંટણી પૂર્વે કેશોદ વિધાનસભા ચૂંટણીના મુખ્ય દાવેદારોમાં તેમનો પણ સમાવેશ થતો હતો. જો કે, કૉંગ્રેસની ટિકિટ હિરાભાઈ જોટવાને મળી હતી. હિરાભાઈ જોટવા ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ સામે હારી ગયા હતા. કૉંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો-નેતાઓ માટે શિસ્ત સમિતિનું ગઠન કર્યું હતું. જેના અનુસંધાને પ્રગતિ આહીર સામે પગલા ભરાયા હતા.