બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / Congress stuck as Naresh Patel did not decide to enter politics

ELECTION-2022 / નરેશ પટેલને મોટી જવાબદારી આપવાના ચક્કરમાં કોંગ્રેસમાં નિમણૂકો અટકી પડી, મોઢવાડીયા-બાબરિયાને મળી શકે છે મોટું પદ

Khyati

Last Updated: 03:52 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વચ્ચે ભાજપના નેતાઓ સાથે દેખાયા. તો આ તરફ કોંગ્રેસ મિશન 2022માં નરેશ પટેલની રાહમાં અટવાઈ

  • મિશન 2022માં નરેશ પટેલની રાહમાં કોંગ્રેસ અટવાઈ
  • નરેશ પટેલે નિર્ણય ન કરતા કમિટીની નિમણૂક અટકી પડી
  • નરેશ પટેલે હજી રાજકારણમાં પ્રવેશને લઇને નથી લીધો નિર્ણય 

ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને ચાલતી અટકળોનો કોણ જાણે ક્યારે અંત આવશે. ટૂંક સમયમાં જ તેઓ રાજકારણમાં પ્રવેશને લઇને જાહેરાત કરશે આવુ અનેકવાર સાંભળ્યુ, એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે નરેશપટેલ કોંગ્રેસમાં જોડાશે પરંતુ હજી સુધી કોઇ સ્પષ્ટતા નરેશ પટેલે કરી નથી.  પરિણામે મિશન 2022ની તૈયારીઓમાં ક્યાંક કોંગ્રેસ પણ નરેશ પટેલની રાહમાં અટવાઇ હોય તેમ લાગી રહ્યું છે. 


કોંગ્રેસની કમિટીની નિમણૂંક અટકી પડી 

જી, હા મિશન 2022માં નરેશ પટેલની રાહમાં કોંગ્રેસ અટવાઇ પડી છે. નરેશ પટેલે નિર્ણય ન કરતા કમિટીની નિમણૂંક અટકી પડી છે.  કેમ્પેઇન, મેનિફેસ્ટો,પબ્લિસિટી ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી સહિતની નિમણૂક અટકી પડી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે. ત્યારે શક્યતાઓ એ પણ છે કે મેનિફેસ્ટો કમિટીના ચેરમેનની જવાબદારી દીપક બાબરિયાને સોંપાઇ શકે છે. પબ્લિસિટી કમિટીના ચેરમેનની જવાબદારી સિદ્ધાર્થ પટેલને સોંપાઇ શકે છે. ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી અર્જુન મોઢવાડિયાને સોંપાઈ શકે છે. પરંતુ જો નરેશ પટેલ કોંગ્રેસમાં ન જોડાય તો આ જવાબદારીઓ બદલાઇ શકે છે.  નરેશ પટેલના રાજકીય પ્રવેશ બાદ કોંગ્રેસની નિમણૂંકમાં ફેરફાર થઇ શકે છે.

 

નરેશ પટેલ જોવા મળ્યા ભાજપના નેતાઓ સાથે 

છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે નરેશ પટેલ કયા પક્ષમાં સક્રિય થશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે. એવામાં આજે નરેશ પટેલ રાજકોટના રિબડા ખાતેના કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ સાથે જોવા મળતા ફરીવાર રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. રાજકોટના રિબડામાં ભાગવત કથાનો કાર્યક્રમ હતો. જેમાં મોટા-મોટા અગ્રણીઓ સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયા, પ્રદિપસિંહ અને કુંવરજી બાવળિયા એક સાથે દેખાયા હતાં. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ સાથે જોવા મળ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ