બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Politics / Congress Spokesperson alleges these organizations already predicted the collapse of Yes Bank
Shalin
Last Updated: 09:34 PM, 9 March 2020
શું આ એક સંયોગ છે?
ADVERTISEMENT
ઉપાડની મર્યાદા 5 માર્ચે RBI દ્વારા નક્કી કરવામાં આવી હતી. જે લોકોએ સવાલો ઉઠાવ્યા છે તેઓ કહે છે કે આ પહેલા પણ કેટલાક લોકોએ પૈસા બચાવવા ઉતાવળ દર્શાવી હતી જેના કારણે આ શંકા પેદા થાય છે. એક મેસેજ ફરી રહ્યો છે જે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ શેર કર્યો હતો.
ADVERTISEMENT
એવો આરોપ છે કે અદાણી ગ્રૂપની ગેસ કંપનીએ લોકોને આશરે એક મહિના પહેલા યસ બેંકમાં ગેસ બિલ જમા ન કરવા કહ્યું હતું. તે જ સમયે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક કંપનીએ એક દિવસ પહેલા જ 265 કરોડ રૂપિયા ખેંચી લીધા હતા. લોકો કહે છે કે તેઓ આ વિશે પહેલેથી જ જાણતા હતા. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ એક ટ્વિટમાં કહ્યું- "મિસ્ટર અદાણી અને વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશનનો સંયોગ?"
શું હતો અદાણી ગ્રુપનો મેસેજ
અદાણી ગ્રુપનો 25 ફેબ્રુઆરી 2020નો મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. તેમાં લખ્યું છે કે ગ્રાહકો યસ બેંકમાં ડ્રોપ બોક્સમાં ચેક ન આપે.
"પ્રિય ગ્રાહક, અદાણી ગેસ બિલ પેમેન્ટનો ચેક યસ બેંકના ડ્રોપ બોક્સમાં ન નાખવા વિનંતી. અમે યસ બેંક સાથે આ સુવિધા બંધ કરી દીધી છે. તમે એક્સિસ, IDBI, ICICI, કાલુપુર બેંક અને HDFC બેંકના ATM ડ્રોપ બોક્સમાં ચેક નાખી શકો છો.
પૂર્વ સાંસદ અને પત્રકાર શાહિદ સિદીક્કીએ આ મુદ્દે લખ્યું હતું:
આ સ્પષ્ટ છે કે અદાણી અંબાણી અને ભાજપને સમર્થન આપનાર લોકોને યસ બેંકના ડૂબી જવા વિશે ખબર હતી. આ ડૂબતા પહેલા જ જહાજ પરથી કૂદી ગયા. મધ્યમ વર્ગ ખાડામાં પડે. તેમને અને અર્થતંત્રને ડૂબવા દો.
It’s clear that Adani Ambani & all the BJP backers had advance information about the collapse of Yes Bank. They jumped the Ship just before it sank. Middle class Jai bhad main, let them sink with the economy.
— shahid siddiqui (@shahid_siddiqui) March 7, 2020
They will vote for BJP anyway on H&M card, so nothing to worry.
એક ટ્વીટમાં અદાણી ગ્રુપ ઉપર આરોપ મુકતા એવું પૂછવામાં આવ્યું કે તેમને 10 દિવસ પહેલા કેવી રીતે ખબર પડી ગઈ?
How did they know it 10 days back?
— Santosh Addagulla (@santoshspeed) March 7, 2020
RBI Adani - bhai bhai 😁 pic.twitter.com/ic3SWgaBE0
વડોદરા મહાનગરપાલિકાનો મામલો
PTIના એક સમાચાર મુજબ ગુજરાતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીએ RBIએ ઉપાડ રકમ પર મર્યાદા લાગુ કર્યાના એક દિવસ પહેલા જ 265 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.
A Vadodara company withdrew ₹265cr from yes bank,hours before #Yesbankcrisis
— Rishi (@SunoRishi) March 7, 2020
TTD withdrew ₹1300cr from Yes bank in Oct/19
Adani gas sent SMS to customers, not to drop gas bill payments in Yes bank
These are coincidences,each and every decision by Gov is secret.
God promise
તિરુપતિ બાલાજીએ મહિનાઓ પહેલા પૈસા કાઢી લીધા હતા
આ પહેલા દેશના સૌથી ધનિક મંદિર આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજીએ ઓક્ટોબર 2019 માં બેંકમાંથી 1300 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિર ટ્રસ્ટના બોર્ડને બેંકની સ્થિતિને લઈને પરિસ્થિતિનો અહેસાસ થઇ ગયો હતો. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.