બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress Renuka Chowdhury Narendra Modi Rajya Sabha Surpanakha Rahul Gandhi

નિવેદન / રાહુલ ગાંધીને સજાનું એલાન થતા જ રેણુકા ચૌધરી ભડક્યાં, કહ્યું 'PM મોદીએ મારી તુલના....'

Pravin Joshi

Last Updated: 11:55 AM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તેમને 30 દિવસનો સમય આપ્યો છે, પરંતુ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારની પણ ટીકા કરી છે.

  • રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા 
  • રેણુકા ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું 
  • 'શૂર્પણખા' ટિપ્પણી માટે PM મોદી વિરુદ્ધ કેસ દાખલ કરશે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે વર્ષની સજા ફટકારી છે. આ પછી રાજકીય તાપમાનમાં વધારો થયો હતો. કોંગ્રેસ નારાજ છે. દરમિયાન, પાર્ટીના નેતા રેણુકા ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તેઓ 2018માં સંસદમાં કરેલી કથિત 'શૂર્પણખા' ટિપ્પણી માટે પીએમ મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. રેણુકા ચૌધરીએ રાજ્યસભાની કાર્યવાહીની ક્લિપ પણ શેર કરી જેમાં પીએમ મોદીએ રામાયણ સિરિયલનો ઉલ્લેખ કર્યો હતો. રેણુકા ચૌધરીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ તેમને સંસદમાં 'શૂર્પણખા' કહ્યા હતા. હવે હું તેની સામે માનહાનિનો કેસ કરીશ. ચાલો જોઈએ કે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.જો કે દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે કોંગ્રેસ નેતાને યાદ અપાવ્યું કે પીએમ મોદીએ 'શૂર્પણખા' શબ્દનો ઉલ્લેખ કર્યો નથી અને તે સંસદમાં આપેલા નિવેદન પર કોર્ટનો સંપર્ક કરી શકે નહીં. 

 

કોંગ્રેસે કોર્ટના નિર્ણયને ખુલ્લેઆમ પડકાર્યો 

વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં બોલી રહ્યા હતા. દરમિયાન રેણુકા ચૌધરી જોર જોરથી હસી રહી હતી. તેમના હાસ્યના અવાજથી રાજ્યસભાની કાર્યવાહીમાં ખલેલ પડી રહી હતી. આના પર તત્કાલિન અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તમને શું સમસ્યા છે. આના પર પીએમ મોદીએ અધ્યક્ષને વિનંતી કરતા કહ્યું કે હું તમને વિનંતી કરું છું કે રેણુકાજીને કંઈ ન બોલો, રામાયણ સિરિયલ પછી આજે મને આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. 

કોંગ્રેસ આજે સંસદથી વિજય ચોક સુધી વિરોધ પ્રદર્શન કરશે

રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તેમને 30 દિવસનો સમય આપ્યો છે, પરંતુ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારની પણ ટીકા કરી છે. તેમનો આરોપ છે કે સરકાર ED, CBI જેવી એજન્સીઓ દ્વારા FIR, માનહાનિના કેસ નોંધીને વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવા માંગે છે. કોંગ્રેસ આજે સંસદથી વિજય ચોક સુધી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ બેઠક યોજાશે કારણ કે ઘણા બિનકોંગ્રેસી મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi PM modi Rajya Sabha Surpanakha congress rahul gandhi renuka chowdhury congress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ