આજના દિવસ પીએમ મોદીએ તમિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી રેલીઓ કરી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કર્ણાટકના મંડ્યા અને આરકે નગરમાં ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત રહ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસે 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કોંગ્રેસે વધુ એક લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 18 ઉમેદવારોના નામ છે. કોંગ્રેસના હરિયાણાના સુરક્ષિત અંબાલા બેઠક પરથી કુમારી શૈલજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રોહતકથી દીપેન્દર હુડ્ડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સિરસાથી અશોક તંવરને પસંદ કરવામાં આવ્યા છે. ફરીદાબાદથી લલિત નાગર અને ગુરૂગ્રામથી કેપ્ટન અજયસિંહ યાદવ ઉમેદવાર છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશની ત્રણ બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભિંડથી દેવાશીષ જરારિયા, ગ્વાલિયરથી અશોકસિંહ, ધારથી દિનેશ ગિરવાલને ટિકિટ આપી છે.
રાજકિશોરસિંહને ટિકિટ
કોંગ્રેસે સપાથી આવેલા રાજકિશોર સિંહને બસ્તીથી ઉભા રાખ્યા છે. રાજકિશોરસિંહ શુક્રવારે જ કોંગ્રેસમાં સામેલ થયા છે. આ સિવાય ભદોહીથી રમાકાંત યાદવ, ચંદૌલીથી શિવકન્યા કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે.
Congress Central Election Committee announces the next list of candidates for the ensuing elections to the Lok Sabha. pic.twitter.com/RXPrp68rNI