Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / PM મોદીની કોન્ફરન્સની સામે રાહુલ ગાંધીએ કર્યુ લાઈવ કાઉન્ટર

PM મોદીની કોન્ફરન્સની સામે રાહુલ ગાંધીએ કર્યુ લાઈવ કાઉન્ટર

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન આગામી સમયમાં યોજાવાનું છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપની સાથે કોંગ્રેસે પણ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે, હું ઇચ્છું છું કે વડાપ્રધાન કેટલાક સવાલોના જવાબ આપે. 

 

આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, મને સારું લાગ્યું કે, આજે વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધન કર્યું. તો ફરીએકવાર રાહુલે PM મોદી પર વાક પ્રહાર કરતા કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી નથી, હું સિનિયર લોકોને ધક્કો મારતો નથી. 

આ સાથે જ રાહુલે ચૂંટણીપંચ પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે ચૂંટણીપંચનું વલણ યોગ્ય રહ્યું નહીં.

 

તો રાહુલે વધુમાં કહ્યું કે, આ વખતે ભાજપ હારી રહ્યું છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કર્યા છે. અમે લોકોને જણાવ્યું કે, તેઓ 15 લાખ રૂપિયા નથી આપી શકતા. 23 તારીખે ખબર પડી જશે કે, જનતા શું ઇચ્છે છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં અમે નરેન્દ્ર મોદીને પાછળ રાખી દીધા તેવી વાતનેો પણ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ