'મારું નામ નરેન્દ્ર મોદી નથી, હું ખોટું નથી બોલતો અને મેં તમામ વચનો પૂરા કર્યા'

By : juhiparikh 08:58 AM, 13 January 2019 | Updated : 08:58 AM, 13 January 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશમાં પણ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાનો સાધે છે. દુબઇ પહોંચેલા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સતત ટિપ્પણી કરી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેમનું નામ નરેન્દ્ર મોદી નથી અને તે ખોટા વચનો આપતા નથી. રાહુલ ગાંધીએ શનિવારે મોડી રાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર એક એક ટિપ્પણીઓ કરી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''મને ખોટું બોલવુ પસંદ નથી, મારા નામ મિસ્ટર નરેન્દ્ર મોદી નથી, હું ખોટા વચનો નથી આપતો, જે પણ કમિટમેન્ટ આપું છુ તેને પૂરા કરું છું, આ શરમજનક કહેવાય કે પીએમ મોદી તેમના વચનો નથી પૂરા કરી શકતા.''

કોંગ્રેસ અધ્યક્ષે તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં કરેલા દેવામાફીની યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ''આ ત્રણ રાજ્યોમાં તેમણે ખેડૂતોને દેવું માફ કરવાનું વચન  આપ્યુ જે અમે પૂરુ કર્યુ.'' રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં  ફરી એક વખત રાફેલ ડિલનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે, ''પ્રધાનમંત્રીએ અનિલ અંબાણીને 30000 કરોડ રૂપિયા ચોરવા મદદ કરી.''

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આગામી લોકસભા તે જ જીતશે. તેમણે કહ્યુ કે, ''લોકસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હશે.'' રાહુલ ગાંધીએ પોતાના દાવાના સમર્થનના કારણો ગણાવતા કહ્યુ કે, જીતવાની વાત તે એટલા માટે કરી રહ્યો છે કેમકે દેશની સંસ્થાઓથી તેમને સમર્થન મળી રહ્યુ છે અને પીએમ મોદી આ નહીં સમજે. રાહુલ ગાંધીએ સંઘ માટે કહ્યુ કે, ''RSSની પ્રકૃતિ રહી છે કે તેઓ સંસ્થાઓની ખત્મ કરશે જ્યારે કોંગ્રેસ તેનુ સન્માન કરે છે.''

કોંગ્રેસ અધ્યક્ષે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ''અત્યારે તેની અડધી અસર જ સામે આવી છે  અને આ ટ્રેલર છે. '' રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે, ''જ્યારે તેની સંપૂર્ણ અસર સામે આવશે ત્યારે લોકો કહેશે કે ચોકીદારે શું કર્યુ. ''Recent Story

Popular Story