ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા સોમનાથ દાદાના દર્શને

By : kavan 12:04 PM, 15 April 2018 | Updated : 12:04 PM, 15 April 2018
ગીર-સોમનાથ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમનાથની મુલાકાતે છે. ત્યારે હવે અમિત ચાવડાએ સોમનાથ મંદિરના દર્શન કર્યા છે. સોમનાથ મંદિરની ટ્રસ્ટ દ્વારા અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર સોમનાથની મુલાકાતે ગયેલ છે,તેમની આ મુલાકાતને પગલે સ્થાનિક કોંગી કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળેલ.

આ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરીને પક્ષ માટે કરવામાં આવતી સ્થાનિક કામગીરી અંગે જાણકારી મેળવીને કેટલાક સલાહ-સુચન પણ કર્યા હતા. Recent Story

Popular Story