congress party didi rallies in different cities in gujarat amid local body election
પ્રચાર /
મહાપાલિકા ચૂંટણી : પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, વિવિધ શહેરોમાં જુઓ કેવો છે માહોલ
Team VTV11:49 AM, 19 Feb 21
| Updated: 01:26 PM, 19 Feb 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે વિવિધ શહેરોમાં શક્તિપદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાતની મહાપાલિકાઑ માટે રવિવારે થશે મતદાન
આજે પ્રચાર કરવા માટે અંતિમ દિવસ
છેલ્લા દિવસે કોંગ્રેસે કર્યું શક્તિપ્રદર્શન
આજે શાંત થઈ જશે પ્રચારના પડઘમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પદર્શન કરી રહી છે.
વડોદરામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર
વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પેનલ દ્વારા કરવામાં આવેલ રેલીમાં મોટી સંખ્યામાં વાહનો સાથે લોકો જોડાયા હતા અને આ રેલી અભિલાષા ચાર રસ્તાથી નીકળી હતી. રેલીમાં બાઈકો, ફોરવ્હીલર, ટેમ્પા પણ જોડાયા હતા.
પંજાબની જેમ જનતા ભાજપના સુપડા સાફ કરશેઃ ચાવડા
વડોદરામાં દ્વારા વોર્ડ 3માં પણ રેલી કરવામાં આવી હતી અને તેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ જોડાયા હતા. તેમણે કહ્યું કે જનતા મોંઘવારી, મોઘુ શિક્ષણ અને ખેડૂતોના મુદ્દે છે નારાજ છે અને પંજાબની જેમ જ ભાજપના સુપડા સાફ થઈ જશે.
સુરતમાં કોંગ્રેસનો છેલ્લી ઘડીનો પ્રચાર
સુરતમાં પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસે પ્રચારમાં તાકાત લગાવી છે. પુના વિસ્તારમાં કોંગ્રેસે પ્રચાર રેલી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ટ્રેકટર અને બાઈક જોડાયા હતા. આ સિવાય સુરતના વરાછા વિસ્તારમાં પણ વોર્ડ દીઠ શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ચાંદખેડા પણ કોંગ્રેસ દ્વારા આજે આખો દિવસ પ્રચાર કરવાની તૈયારી કરવામાં આવી છે.