વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો સાપ પકડતા વીડિયો થયો વાયરલ

By : krupamehta 02:45 PM, 11 July 2018 | Updated : 02:45 PM, 11 July 2018
વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પરેશ ધાનાણી સાપ પકડતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, '"' ખડ શીતળો " ' આજે "સાપ" પણ સરનામું ભૂલ્યો.,"એરૂ" પકડતા ય આવડે હો ભાઈ.!'

આ વીડિયો પરેશ ધાનાણીએ ટ્વીટરમાં શેર કર્યો છે. પરેશભાઇના આ સાહસથી તેમના સ્ટાફે પણ મોંમાં આંગળા નાંખી દીધા હતાં. તેમણે થોડી જ સેકન્ડોમાં સાપને પકડીને નજીકના નિર્જન સ્થળે છોડી આવ્યાં હતાં. નોંધનીય છે કે પરેશભાઇને સાપ પકડવાનો પણ શોખ છે.

આ પહેલા પરેશ ધાનાણીનો બુલેટ ચલાવતો વીડિયો વાયરલ થયો હતો. જેમા પરેશ ધાનાણી હેલ્મેટ વિના બુલેટ સવારી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પરેશ ધાનાણીના અનેક વીડિયો વાયરલ થયા છે. જેમા પરેશ ધાનાણી શેરડીનો રસ કાઢતા, બસ ચલાવતા,  ભેંસ દોહતા જોવા મળે છે.  
 Recent Story

Popular Story