Congress National Spokesperson Alok Sharma attacked Aam Aadmi Party and BJP
પ્રહાર /
AAP તો છોટા રિચાર્જ છે, આ વખતે 'બોર્ડર' પાર કરી સરકાર બનાવીશું: કોંગ્રેસ નેતાએ વડોદરામાં ભરી હુંકાર
Team VTV03:16 PM, 15 Oct 22
| Updated: 03:41 PM, 15 Oct 22
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ચૂંટણીની તૈયારી દર્શાવી, આમ આદમી પાર્ટી અને ભાજપ પર કર્યા તીખા પ્રહાર
ભાજપને હાર દેખાય ત્યાં AAPનો ઉપયોગ કરે છે:આલોક શર્મા
ચૂંટણી પંચ તારીખ જલ્દી જાહેર કરે કોંગ્રેસ તૈયાર:આલોક શર્મા
ગુજરાતની જનતા ઠગનાં ઝાંસામાં નહીં આવે:આલોક શર્મા
ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પાર્ટીના નેતાઓના રોજે રોજ અવનવા નિવેદનનો દોર શરૂ થયો છે. રાજકીય પક્ષો ચૂંટણીને લઈ આક્ષેપબાજી કરી રહ્યાં છે. ચૂંટણીપંચે ગઈ કાલે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈ ગઈ કાલે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીને લઈ સંપૂર્ણ તૈયાર છે તો આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા પણ ચૂંટણીને લઈ તૈયારી દર્શાવી છે. આલોક શર્માએ ભાજપ અને આમ આદમી પાર્ટી તીખા પ્રહાર કર્યા છે.
આલોક શર્માનું ચૂંટણીને લઈ મોટું નિવેદન
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સાહેબની પરિક્રમા કે ઘોષણા બાકી હશે એટલે ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ તારીખ જલ્દી જાહેર કરે કોંગ્રેસ ચૂંટણી માટે એકદમ તૈયાર છે. શર્માએ જણાવ્યું કે, ગત ચૂંટણીમાં જે બોર્ડર પર અટક્યા હતાં તે બોર્ડર પાર કરીશુ.
આલોક શર્માના AAP અને ભાજપ પર તીખા પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્લીનાં દારૂના રૂપિયા ગુજરાત ચૂંટણીમાં વાપરી રહી છે. AAP એ ભાજપની બી ટીમ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે ભાજપ અને AAP પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યાં ભાજપને હાર દેખાય ત્યાં આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરીને ગુજરાતમાં AAPનો વોટ પર્સેન્ટેજ વધારી ભાજપ કોંગ્રેસને હરાવવા માગે છે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે અને આમ આદમી પાર્ટી ક્યાંય છે જ નહી. તેમણે જણાવ્યું તે, કંસ,હનુમાન ભક્ત સહિતનાં કેજરીવાલનાં નિવેદનો માત્ર નાટક છે અને ગુજરાતની જનતા ઠગનાં ઝાંસામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીએ છોટા રિચાર્જ છે.