બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મોદી-અદાણી એક છે..' રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોનો ખાસ જેકેટ પહેરી વિરોધ

રાજનીતિ / 'મોદી-અદાણી એક છે..' રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોનો ખાસ જેકેટ પહેરી વિરોધ

Last Updated: 01:03 PM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Congress Protest On Adani : મોદી-અદાણીના નારા સાથે કાળા હાફ-જેકેટ પહેરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ ગુરુવારે સંસદ સંકુલમાં વિરોધ કર્યો

Congress Protest On Adani : હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન અદાણી મુદ્દે અનોખી શૈલીમાં કોંગ્રેસના સાંસદોએ ગુરુવારે સંસદમાં 'મોદી અદાણી એક છે' ના નારા સાથે જેકેટ પહેરીને પ્રદર્શન કર્યું હતું. નોંધનિય છે કે, અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. મોદી-અદાણીના નારા સાથે કાળા હાફ-જેકેટ પહેરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ ગુરુવારે સંસદ સંકુલમાં પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો.

શું કહ્યું રાહુલ ગાંધીએ ?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી અદાણીજીની તપાસ કરાવી શકતા નથી કારણ કે જો તેઓ આ કરશે તો તેઓ પોતે જ તપાસ કરાવતા હશે... મોદી અને અદાણી એક છે. બે નહીં, એક છે."

સંસદીય તપાસની માંગ

આ તરફ બુધવારે પણ અનેક INDIA ગઠબંધન પાર્ટીઓના નેતાઓએ અદાણી મુદ્દે સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો અને આ મામલે સંયુક્ત સંસદીય તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ, AAP, RJD, શિવસેના (UBT), DMK અને ડાબેરી પક્ષોના સાંસદોએ તેમની માંગની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદના મકર ગેટ પર ‘મોદી-અદાણી એક છે’ લખેલા બેનરો પકડી રાખ્યા હતા. TMCએ વિપક્ષના વિરોધ પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું છે.

વધુ વાંચો : આજે દેવેન્દ્ર ફડણવીસની શપથ વિધિ, PM મોદી સહિત આ દિગ્ગજો થશે સામેલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

લોકસભા સચિવાલયે શું કહ્યું ?

લોકસભા સચિવાલયે મંગળવારે એક એડવાઈઝરી જાહેર કરીને સાંસદોને સંસદના ગેટની સામે વિરોધ ન કરવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આવી હિલચાલને અવરોધવાથી તેમની સુરક્ષાને અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ગયા મહિને કહ્યું હતું કે, અદાણીની ધરપકડ થવી જોઈએ. અહી એ પણ નોંધનિય છે કે, અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Session Congress Protest On Adani Winter Session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ