કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું કે મેં એક પણ ચીની નાગરિકને વિઝા અપાવવામાં મદદ કરી નથી.
EDએ પણ કાર્તિ ચિદમ્બરમ સામે બુધવારે કેસ નોંધ્યો
કાર્તિ ચિદમ્બરમ પર આરોપ છે કે, ચીની નાગરિકોને ગેરકાયદે વિઝા અપાવ્યા
કાર્તિ ચિદમ્બરમે તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમની મુસીબતો ઓછી થતી દેખાતી નથી. ચીનના વિઝા કૌભાંડમાં પૂછપરછ માટે તેઓ આજે CBI હેડક્વાર્ટર પહોંચ્યા છે. જ્યાં તેમને ઘણા જટિલ પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. જો કે, CBI ઓફિસ પહોંચતા પહેલા તેણે મીડિયા સાથે પણ વાત કરી અને પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. તેણે કહ્યું કે મેં એક પણ ચીની નાગરિકને વિઝા અપાવવામાં મદદ કરી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા તે INX મીડિયા કેસમાં જેલ જઈ ચૂક્યો છે.
Congress MP Karti Chidambaram arrives at CBI Headquarters in connection with the alleged visa scam case.
"I have not felicitated a single Chinese national in getting a visa," K Chidambaram said pic.twitter.com/zgywOjK66y
આરોપ છે કે, 2011માં જ્યારે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતાં. ત્યારે પંજાબમાં કાર્યરત એક ચીની કંપનીના લોકોને કથિત રીતે ગેરકાયદે વિઝા આપવામાં આવ્યા હતાં. આ કેસમાં કાર્તિના નજીકના સાથી ભાસ્કર રમન દ્વારા લાંચની રકમનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીનની કંપનીના લોકોએ રામન મારફતે કાર્તિનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં CBI દ્વારા રમનની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે CBI રિમાન્ડ પર છે.
Enforcement Directorate files money laundering case in alleged Chinese visa scam involving Congress MP Karti Chidambaram: Officials
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને અન્ય લોકો સામે 2011માં 263 ચીની નાગરિકોના વિઝા બનાવવા સંબંધિત કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં કેસ નોંધ્યો હતો. આ કેસમાં ભૂતકાળમાં કાર્તિ અને તેના પિતા પૂર્વ નાણા અને ગૃહમંત્રી પી. ચિદમ્બરમના નિવાસસ્થાને CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં શું ?
વિઝા કૌભાંડનો મામલો વેદાંતા જૂથની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના ટોચના અધિકારી દ્વારા કાર્તિ અને તેના નજીકના સાથી એસ ભાસ્કરરામનને લાંચ આપવાના આરોપોથી સંબંધિત છે. આ કંપની પંજાબમાં પાવર પ્લાન્ટ સ્થાપી રહી હતી. CBIના જણાવ્યા અનુસાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાનું કામ ચીનની એક કંપની કરી રહી હતી અને આ કામ સમય કરતાં પાછળ ચાલી રહ્યું હતું.