રાજીનામું / જેવું ધાર્યુ હતુ એવું જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે કર્યુ, જાણો હવે શું હશે રણનીતિ?

Congress MLAs Alpesh Thakor, Dhavalsinh Zala resign from Gujarat Assembly after voting in Rajya Sabha Election

રાજ્યમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જતાં ખાલી પડેલી રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. વિધાનસભાના ચોથા માળે રાજ્યસભાની ચૂંટણી માટે બે બૂથ બનાવવામાં આવ્યાં હતા. જ્યાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલ્યું. મતદાન પ્રક્રિયામાં જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મીડિયા જગત, રાજકારણ સાથે નિસબત ધરાવતા રાજ્યનાં નાગરિકો અને રાજકીય વર્તુળોમાં હળવી ઉત્તેજના પ્રસરાતી ગઈ અને આ ઉત્તેજના ત્યારે વધારે ઘેરી બની જ્યારે કોંગ્રેસનાં બે બળવાખોર ધારાસભ્યો મતદાન કરવા મતદાન ખંડમાં પ્રવેશ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ