કોરોનાની ખતરનાક સ્થિતિનું વર્ણન કરતાં શુક્રવારે ઈન્દોરથી કોંગ્રેસ ધારાસભ્ય સંજય શુક્લા રડી પડ્યા હતા, અને આત્મહત્યાની ધમકી આપી હતી.
કોંગ્રેસ ધારાસભ્ય રડી પડ્યા
ઈન્દોરથી ધારાસભ્ય છે સંજય શુક્લા
મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે
મહત્વનું છે કે મધ્ય પ્રદેશમાં હાલમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે, પ્રદેશમાં રાજધાની ભોપાલ સહિતના ઘણા શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો પહેલાથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં ય કોરોનાની સ્થિતિ રોજબરોજ બગડી રહી છે, ઈન્દોરથી કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ એકલા કેટલું કરે, કોઈ પણ સાથ નથી આપી રહ્યું, ભાજપ વાળા મારી સેવાને નૌટંકી કહી રહ્યા છે.
નોંધનીય છે કે સંજય શુક્લા ઈન્દોરની વાત કરતાં કરતાં જ રહી પડ્યા હતા, તેમણે કહ્યું હતું કે મારો પુત્ર દવાખાનામાં ભરતી છે, તેમ છતાંય હું લોકસેવા માટ દરેક હોસ્પિટલમાં જઈ રહ્યો છું, ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યો છું, પણ તંત્ર દ્વારા કોઈ પણ કામ કરવામાં નથી આવી રહ્યું, અને કોઈ મદદ નથી મળી રહી.
આ મામલે તેમણે વધુમાં કહ્યું હતું કે તંત્ર ચાહે તો મારો જીવ લઈ લે, પણ આ ઈન્દોરની જનતા માટે કઇંક કરી બતાવે, તેમણે મધ્ય પ્રદેશ સરકાર અને શહેરી તંત્રને ચેતવણી આપી હતી કે જો બે દિવસમાં શહેરમાં ઑકિસજન અને ઇન્જેકશનની વ્યવસ્થા ન કરવામાં આવી તો તે આત્મદહનની તૈયારી કરી લેશે, અને આ કરીને પણ દેખાડશે.
ભાજપ વાળા કોઈ આગળ નથી આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ વાળા મારી સેવાને નૌટંકી ગણાવી રહ્યા છે અને તેઓ કોઈ પણ આગળ નથી આવી રહ્યા, કોઈ કામ કરવા તૈયાર નથી, હું એકલૉ કેટલો કરું, મને રાત સુધી ઊંઘ નથી આવતી અને હું એટલું જ વિચારતો રહુ છું કે કઈ રીતે લોકોને બચાવી શકાય.
તો હું ઘરે બેઠો હોત
પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે જો હું નૌટંકી કરી રહ્યો હોત, તો ઘરે બેઠો હોત, તમે મને બદનામ કરી રહ્યા છો, સીએમ શિવરાજને જનતા માફ નહીં કરે, ઈન્દોરના તંત્રને જનતા માફ નહિ કરે, અમે જનતાને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે મળીને આ લડાઈ લડીશું, આ માતા અહિલયાની નગરી છે અને આના જવાબદારોને જનતા માફ નહિ કરે.