રિસોર્ટ પોલિટિક્સ / 'તોડોના'થી બચવા ઝોન મુજબ કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં જવા રવાના, આ ધારાસભ્યો નહીં જાય

congress mla resign rajaysabha election gujarat

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય 'તોડોના' નું સંકટ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામાંને લઇને ભાજપ પર આક્ષેપ કર્યાં છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે ધારાસભ્યોને તુટવાના ડરે ઝોન પ્રમાણે એક સાથે રાખવાનો નિર્ણય લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ