મહામંથન / વીમા કંપનીઓની દાદાગીરીઃ રાજ્ય સરકાર કોઇ ભૂલ છૂપાવી રહી છે?

ખેડૂતની સ્થિતિ મોટેભાગે એવી રહી છે કે જાયે તો જાયે કહાં. આ મુદ્દો ફરીવાર ઉપસ્થિત થયો એક આક્ષેપથી. કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે જોગવાઈઓ છે તેને બદલી નાંખવામાં આવી છે જો કે સરકારે રાબેતા મુજબ જવાબ આપતા કહ્યુ કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જ કામ થાય છે. પરંતુ ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવાયુ નથી તે હકીકતથી પણ ઈન્કાર નથી થઈ શકતો. જે હકના રૂપિયા છે જે સરકારની મહત્વાકાંક્ષી યોજના છે તેના અમલમાં વીમા કંપનીઓના ઠાગાઠૈયા કેમ. ખેડૂત હંમેશા લાચારી જ અનુભવતા રહેશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ