નિવેદન / કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકારની જાહેરાતોને લોલીપોપ ગણાવી

મોરબી જિલ્લો અગાઉથી જ અતિવૃષ્ટિથી પ્રભાવિત છે. જ્યારે બે દિવસ પહેલા મોરબી જિલ્લામાં ભારે કમોસમી વરસાદ પડ્યો હતો. તેથી ખેડૂતોના મોઢે આવેલી કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જામનગર ખાતે નિવેદન આપ્યું હતું કે, નુક્શાનીના 150 કરોડ આપવાના અને નુકશાની અંગે સર્વે કરવાની તેમણે જાહેરાત કરી છે. આ નિવેદન સામે ટંકારા પડધરી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે તમારે સર્વે કોનો કરવાનો છે ? જો કે સરકારના નોમ્સ મુજબ 150 ટકાથી વધુ વરસાદ પડ્યો હોય તે વિસ્તારને અતિવૃષ્ટિ ગણીને તાત્કાલિક સહાય ચુકવવાની હોય છે. ત્યારે મોરબી સહિતના રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં 150 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આથી સરકારના નિયમ મુજબ મોરબી જિલ્લો અતિવૃષ્ટિ ગ્રસ્ત ગણાય છે. ત્યારે સરકારના ધારાધોરણ મુજબ સર્વે કરવાને બદલે મોરબી જિલ્લો અતિવૃષ્ટિ ગ્રસ્ત ગણીને તાત્કાલિક સહાય ચૂકવે તેવી તેમણે માંગ કરી હતી. જોકે રાજ્ય સરકારના સર્વે કરવાના ગતકડાં અને વીમા કંપનીઓઓને છાવરતી હોવાના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ