રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસીએ દાવો કર્યો છે કે દિલ્હી ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે જાણીજોઇને 'આપ' માટે મેદાન છોડી દીધું છે. કેટીએસ તુલસીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે અલગ-અલગ એક્ઝિટ પોલના તારણમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકારની વાપસી બતાવામાં આવી રહી છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને માત્ર 1-5 બેઠક બતાવામાં આવી રહી છે.
ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે જાણીજોઇને 'આપ' માટે મેદાન છોડ્યું
એક્ઝિટ પોલના તારણમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની વાપસી
એક્ઝિટ પોલમાં કોંગ્રેસને માત્ર 1-5 બેઠક બતાવામાં આવી રહી છે
કેટીએસ તુલસીએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસે ભાજપને હરાવવા માટે કુર્બાની આપી દીધી છે અને મતોનું વિભાજન થવા દીધું નહીં. જો કોંગ્રેસ પણ ચૂંટણી પૂરી તાકાતથી લડ્યું હોત તો તેનો ફાયદો ભાજપને થયો હોત.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગરીબ અને મુસ્લિમ સમુદાય દિલ્હીમાં કોંગ્રેસનું મતબેંક માનવામાં આવે છે,પરંતુ જો કે હાલમાં આ મતબેંક આપ ના ખાતામાં ચાલ્યા યા છે. જો કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન એડીચોટીનું જોર લગાવ્યું હોત તો કદાચ આ મત બેંક આપ અને કોંગ્રેસ વચ્ચે બે ભાગમાં વહેંચાય ગયા હોત, જેનો સીધી ફાયદો ભાજપને થયો હોત.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ એક્ઝિટ પોલમાં આપની જીતને વિકાસની જીત ગણાવી છે. ચૌધરીએ કહ્યું કે જો કેજરીવાલ જીતે છે તો આ વિકાસ એજન્ડાની જીત હશે. જોકે અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાયું નથી તે વાતનો ઇન્કાર કરતાં કહ્યું કે પાર્ટીએ મજબૂત રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે.