નિવેદન / કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે કહ્યું, કોંગ્રેસને લોકો હવે વિકલ્પ પણ નથી માનતા, કેમ કે...

congress leadership thinks it should be business as usual says kapil sibal on party performane in recent bihar election

બિહારની ચૂંટણી પુરી થયા બાદ રાજકારણ ગરમાયું છે. એનડીએથી હાર્યા બાદ મહાગઠબંધનના સહયોગી દળોમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પહેલા આરજેડીના સિનિયર નેતા શિવાનંદ તિવારી કોંગ્રેસ પર પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની કાર્યશૈલીના કારમે ભાજપને મદદ મળી રહી છે. હવે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે બિહાર વિધાનસભાની ચૂંટણી અને હાલમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર વાત કરી છે. સિબ્બલે કહ્યું કે બિહારમાં જોઈએ તો એનડીએ બાદ આરજેડી બીજા નંબરની પાર્ટી હતી. કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારુ નહોંતુ. પરંતુ પાર્ટીના નેતૃત્વનું માનવું છે કે હારને લીધે પાર્ટીનું કામ ન રોકાવું જોઈએ. મને આશા છે કે કોંગ્રેસ બિહારમાં મળેલી હાર પર આત્મનિરીક્ષણ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ