Congress leader's son commits suicide due to Pubg! The father was shocked to see his son hanging
Game Over /
Pubgના કારણે કોંગ્રેસ નેતાના દીકરાએ કરી આત્મહત્યા! પિતા દીકરાને લટકેલો જોઇને ચોંકી ગયા
Team VTV03:20 PM, 13 Jun 22
| Updated: 03:27 PM, 13 Jun 22
એક કોંગ્રેસી નેતાના દીકરાએ PUBG ગેમના કારણે આત્મહત્યા કરી લીધી. આ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે. તે રમતમાં આવતી ચેલેન્જ પૂરી કરી શક્યો નહિ હોય એટલા માટે તેણે આ ખતરનાક નિર્ણય લીધો.
ગેમના વ્યસને લોકોને બનાવ્યા પાગલ
21 વર્ષના યુવકે ગળાફાંસો ખાધો
પોલીસે પ્રાથમિક તારણ ગેમનું તણાવ જણાવ્યું
ગેમનો શોખ ભારે પડશે
PUBG ગેમના કારણે દેશના યુવાનો અને બાળકોની જિંદગી ખરાબ થઇ રહી છે. ઘણા લોકો તેના વ્યસન પર એટલા પાગલ થઈ જાય છે કે તેઓ હત્યા અને આત્મહત્યા જેવા ખતરનાક પગલાં લે છે. હાલમાં જ લખનઉમાં એક 16 વર્ષના સગીર પુત્રએ પોતાની માતાને 6 ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હવે આવો જ એક દર્દનાક કિસ્સો રાજસ્થાનના ઉદયપુરથી સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસના એક નેતાના 21 વર્ષના દીકરાએ આત્મહત્યા કરી લીધી.
જીલ્લા પરિષદના સભ્યનો છોકરો
મોબાઇલ લોક ખુલ્યા બાદ બહાર આવશે આખી થિયરી હકીકતમાં મૃતકનું નામ પ્રથમ ગુર્જર છે જે ઉદયપુરમાં જિલ્લા પરિષદના સભ્ય અને કોંગ્રેસ નેતા કામિની ગુર્જરનો પુત્ર છે. પોલીસે લાશને બહાર કાઢીને તેની તપાસ કરી છે. શરુઆતમાં એવું માનવામાં આવે છે કે, પ્રથમે રમત પુરી ન થવાના કારણે આ પગલું ભર્યું છે. પોલીસે મોબાઈલ જોયો તો લોક હતો, સ્ક્રીન પર વોલ પેપર ગેમનું હતું. પોલીસનું કહેવું છે કે ફોનનું લોક ખુલ્યા બાદ જ બાકીની માહિતી જાણી શકાશે.
પિતા પુત્રને જોઇને ચોંકી ગયા
પોલીસ પૂછપરછમાં મૃતકના પિતાએ જણાવ્યું કે, તેના પુત્ર પ્રથમે રાત્રે ભોજન ખાધા બાદ તેનો તેના રૂમમાં અભ્યાસ કરતો હતો. અચાનક ઊંઘ ખુલતા દાદીમાએ તેને બાથરૂમ તરફ જતો જોયો. આ પછી, 8 વાગ્યે, જ્યારે મૃતકના પિતાએ તેના ઓરડાની બારીમાંથી જોયું ત્યારે તે દોરડામાં લટકી રહ્યો હતો. જે જોતા જ તેમના હોશ ઉડી ગયા, જ્યારે આખા પરિવારને ખબર પડી તો આક્રાંત મચી ગયો હતો. પરિવારજનો તેને ડોક્ટર પાસે લઈ ગયા, પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
કોઈ પર શંકા નથી
આ કેસની તપાસ કરી રહેલા હિરણમગરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહે જણાવ્યું હતું કે, લાશ
પાસેનો ફોન પણ પોલીસે હાલ પૂરતો જપ્ત કર્યો છે. પરિવારે આ ઘટના પાછળ કોઈની પણ શંકા વ્યક્ત નથી કરી. તેથી રમતના એંગલની શોધ કરવામાં આવી રહી છે. પહેલા તો આ આત્મહત્યાનો જ કિસ્સો જણાય છે. કારણ કે પ્રથમની લાશ ગેટ પર લગાવેલા હેન્ગરના દોરડાની મદદથી લટકી રહી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.