ઉત્તર પ્રદેશમાં પાર્ટીની કમાન સંભાળનાર રાજ બબ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. આ પહેલા ટ્વિટ દ્વારા એમની નિરાશા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ક્યારેક સપાની ટિકીટથી જીતીને સંસદ પહોંચનાર રાજ બબ્બર લાંબા સમયથી કોંગ્રેસમાં છે. પ્રદેશની જવાબદારી તો સંભાળે છે પરંતુ પોતે પોતાની સીટ, ફતેહપુર સિકરીથી હારી ગયા. એ માત્ર નાના મોટા અંતરથી નહીં પરંતુ 4 લાખ 95 વોટના અંતરથી હાર્યા છે.
जनता का विश्वास हासिल करने के लिए विजेताओं को बधाई।
— Raj Babbar (@RajBabbarMP) May 24, 2019
यूपी कांग्रेस के लिए परिणाम निराशाजनक हैं। अपनी ज़िम्मेदारी को सफ़ल तरीके से नहीं निभा पाने के लिए ख़ुद को दोषी पाता हूँ। नेतृत्व से मिलकर अपनी बात रखूंगा।
39 વર્ષ બાદ ગાંધી પરિવારના કોઇ નેતા અમેઠીથી બહાર થયા છે. ભાજપની સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષને 55 હજાર વોટોથી હાર માત આપી છે. ત્યારબાદ અમેઠી જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ હારની જવાબદારી વેતા પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલી દીધી છે.
Yogendra Mishra, President of District Congress Committee- Amethi, resigns from the post taking responsibility for the defeat. #ElectionResults2019 pic.twitter.com/cW2ScYjcDM
— ANI UP (@ANINewsUP) May 24, 2019
તો બીજી બાજુ ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ હારની જવાબદારી લેતા રાજીનામું આપ્યું છે. પટનાયકે કહ્યું, 'મેં પણ ચૂંટણી લડી હતી. પાર્ટીએ મને જવાબદારી સોંપી હતી. હું હારની નૈતિક જવાબદારી લઉં છું અને પદથી રાજીનામું આપું છું. મે કોંગ્રેસ અધ્યક્ષને સૂચના આપી દીધી છે.'
આ પહેલા ગુરુવારે સાંજે આવી માહિતી મળી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.