બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Congress leaders do not belong to anyone no attempt was made to persuade me Jayaraj Singh Parmar left Congress

મોટું નિવેદન / કોંગ્રેસના નેતાઓ કોઈના નથી, મને મનાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી, જયરાજસિંહ પરમારે કોંગ્રેસને કહ્યું અલવિદા

ParthB

Last Updated: 11:14 AM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષને અલવિદા કહી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઈ સિસ્ટમ નથી.

  • જયરાજસિંહ પરમારે છોડ્યો` કોંગ્રેસનો હાથ'
  • કોંગ્રેસ પક્ષને કહ્યું અલવિદા કહ્યું સિસ્ટમથી નથી ચાલતો પક્ષ 
  • કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઈ સિસ્ટમ ન હોવાનો દાવો

 મેં રાજકારણ નથી છોડ્યું પરંતુ પક્ષ છોડ્યો છે: જયરાજસિંહ

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ અલવિદા કહીને છોડી દીધું છે. જેની વચ્ચે જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે કે,  જેમાં તેઓ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કોઈના નથી. મે રાજનીતિ નથી છોડી મે પાર્ટી છોડી છે. બીજી તરફ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જગદ્દીશ ઠાકોરે મને મનાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. જેને લઈને મારા ચાહકો દુઃખી થવાના છે. કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઈ સીસ્ટમ નથી.  

ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આવા સમયે હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેની વચ્ચે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે જયરાજસિંહ પરમાર દિલ્હીના નેતાઓના સંપર્કમાં છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીએ બે દિવસ પહેલાજ જયરાજસિંહના ઘરની મુલાકાત લીધી હતી. 

કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે લીધી મુલાકાત 

કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે જયરાજ સિંહના ઘરે મુલાકાત લીધી હતી. જેમાં તેમની મુલાકાતના ફોટો સામે આવ્યો જેના કારણે અનેક અટકળો સામે આવી છે. મંત્રી દેવુંસિહ ચૌહાણના  જયરાજસિંહના પુત્ર હર્ષાદિત્યસિંહ સાથેના અમુક ફોટાઓ સામે આવ્યા છે. 

મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત લીધી હતી 

આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે જયરાજસમિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા. જેમા ગત સપ્તાહે તેઓ સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 

કોંગ્રેસમાં મોટું ભંગાણ 

ચૂંટણી સમયે અવાર નવાર નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. જેમા ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે સમયે કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.  

ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરાજસિંહનું નિવેદન મોવડી મંડળની નિષ્ક્રિયતા ઈશારો કરી રહ્યો છે. સાથેજ તેમના નિવેદનથી એવો મતલબ પણ નીકળી રહ્યો છે કે કોંગ્રેસના સંગઠનની કોઈને પડી નથી. મહત્વનું છે કે ચૂંટણી નજીક છે તેવા સમયે કોંગ્રેસના 150 નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. સાથેજ જયરાજસિંહ દ્વારા સૂચક નિવેદન પણ કરવામાં આવ્યું છે જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ