બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 06:34 PM, 24 May 2020
રાહુલ ગાંધી ટ્વીટર ઉપર મોદી સરકાર અને દેશના અલગ અલગ સમસ્યાઓને નિશાન બનાવે છે. હમણાં જ 23 મે ના રોજ તેમણે દેશના પરપ્રાંતિય શ્રમિકો સાથે એક બેઠક ગોઠવીને તેમની સાથે વાત કરી હતી. હવે આ કાર્યક્રમ મુદ્દે કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ ટ્વીટર કેટલું ધ્યાન આપ્યું તે આંકડા જાણીએ તો એમ લાગે છે કે મોટાભાગના નેતાઓએ આ કાર્યક્રમને અવગણવાનું પસંદ કર્યું.
ADVERTISEMENT
કયા નેતાઓએ રાહુલ ગાંધીના કાર્યક્રમને અવગણ્યો?
ADVERTISEMENT
શશી થરુર, ચિદમ્બરમ, પ્રિયંકા ગાંધી, સચિન પાઇલોટ, રણદીપ સુરજેવાલા, કમલનાથ, કેપ્ટન અમરિન્દર, કપિલ સિબ્બલ, તેહસીન પૂનાવાલા, અહમદ પટેલ જેવા દિગ્ગ્જ નેતાઓએ રાહુલ ગાંધીના આ કાર્યક્રમને સંપૂર્ણપણે અવગણ્યો હતો. તેમણે આ કાર્યક્રમની પહેલા કે કાર્યક્રમ દરમિયાન કે પછી પણ આ લગતી કોઈ પ્રકારની ટ્વીટ કરી નહોતી.
શશી થરૂરે એક વર્ષ પહેલાના ચૂંટણીના પરિણામ, ચિદમ્બરમે નિર્મલા સીતારમણની ટીકા કરતી, પ્રિયંકા ગાંધીએ છત્તીસગઢમાં ન્યાય યોજનાના લોન્ચિંગની, સચિન પાઇલોટે UP સરકારના બસની લગતા વિવાદનો વીડિયો શેર કરતી છેલ્લી ટ્વીટ્સ કરી છે.
આ તરફ રણદીપ સુરજેવાલાએ વિપક્ષની ગઈકાલની મિટિંગ અંગે, કમલનાથે શ્રમિકો મુદ્દે, કેપ્ટન અમરિન્દરે પ્રણય રોય સાથેનો ઇન્ટરવ્યૂ શેર કરતી છેલ્લી ટ્વીટ્સ કરી છે. આ ઉપરાંત કપિલ સિબ્બલે નિર્મલા સીતારમણ, RBI અને અર્થતંત્રને લગતી, તેહસીન પૂનાવાલાએ TV ડિબેટમાં થતી પત્રકારિતા અંગે, અહમદ પટેલે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતી છેલ્લી ટ્વીટ્સ કરી છે.
કયા નેતાઓએ રાહુલ ગાંધીના કાર્યક્રમને લગતી ટ્વીટ કરી હતી?
કોંગ્રેસના ગૌરવ ગોયલ, રાગીણી નાયક, અશોક ગેહલોત જેવા નેતાઓ કાર્યક્રમની પહેલા અને પછી એમ બંને સમયે જયારે જયવીર શેરગિલ, સુષ્મિતા દેબ, શર્મિષ્ઠા મુખર્જી, ભૂપેશ બાઘેલ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે જેવા નેતાઓએ કાર્યક્રમ પછી આ મુદ્દે ટ્વીટ કરી હતી.
સામે ભાજપમાં નેતાઓ તરફથી બહોળો પ્રતિસાદ મળે છે
ઉલ્લેખનીય છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય સિનિયર જેવા નેતાઓ કરેલા કાર્યક્રમોને સોશ્યલ મીડિયા ઉપર બહોળો પ્રતિસાદ મળે છે અને પાર્ટીના કાર્યકર્તાઓથી લઇને CM સુધીના નેતાઓ આ પ્રવૃત્તિઓ, તેમની ટ્વીટ્સ વગેરે શેર કરે છે જેની સામે કોંગ્રેસ સોશ્યલ મીડિયા ઉપર નબળું પડતું હોય અને તેમના નેતાઓમાં હાઈ કમાન્ડ સાથે સંપર્ક અને સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.