દુઃખદ / શક્તિસિંહ ગોહિલના માતૃશ્રીનું નિધન, મહામારીને કારણે શોકાંજલિ માટે રૂબરૂ ન આવવાની કરી અપીલ

Congress Leader Shaktisinh Gohil Mother Passed Away

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતૃશ્રીનું આજે નિધન થયું છે. શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરી માતૃશ્રીના નિધનના સમાચાર આપ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરતાં કહ્યું કે, "આજે મારા જીવનમાં સૌથી મોટી ખોટ પડી છે. મારી માતાનું નિધન થયું છે. મને પૂરો વિશ્વાસ છે કે મારા બધા જ શુભચિંતકોની સંવેદના મારી સાથે છે. કોરોનાની મહામારીને કારણે શોકાંજલિ માટે કોઈ પણ રૂબરૂમાં મળવા ન પધારે તેવી વિનંતી છે."

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ