કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યાં છે.
અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર
કહ્યું કે પીએમ મોદી તેમના મિત્રોને એરપોર્ટ આપીને અમીર બનાવી રહ્યાં છે
યુવાનોને કરાર પર રાખીને અગ્નિવીર બનાવી રહ્યાં છે
મોદી સરકારની અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વાર ઉગ્ર પ્રહાર કર્યાં છે. રાહુલે કહ્યું કે દેશના વડાપ્રધાન પોતાના મિત્રોને દેશના એરપોર્ટ આપીને દૌલતવીર બનાવી રહ્યા છે, પરંતુ યુવાનોને કોન્ટ્રાક્ટ પર રાખીને અગ્નિવીર બનાવવા માંગે છે. તેમણે આ વાત કોંગ્રેસના વિરોધના દિવસે કહી હતી. કોંગ્રેસ દેશભરમાં સત્યાગ્રહ કરીને અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહી છે.
प्रधानमंत्री अपने ‘मित्रों’ को 50 साल के लिए देश के एयरपोर्ट देकर 'दौलतवीर' और युवाओं को सिर्फ़ 4 साल के ठेके पर 'अग्निवीर' बना रहे हैं।
आज देश भर में कांग्रेस पार्टी ‘अग्निपथ’ के ख़िलाफ़ #SatyagrahaForYouth कर रही है। जब तक युवाओं को इंसाफ़ नहीं मिलता, ये सत्याग्रह नहीं रुकेगा।
મિત્રોને દૌલતવીર અને યુવાનોને અગ્નિવીર બનાવી રહ્યા છે પીએમ મોદી-રાહુલ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાના મિત્રોને 50 વર્ષ સુધી દેશના એરપોર્ટ આપીને 'દૌલતવીર' અને યુવાનોને 4 વર્ષ કરાર પર રાખીને 'અગ્નિવીર' બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં 'અગ્નિપથ' સામે સત્યાગ્રહ કરી રહી છે અને જ્યાં સુધી યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ અટકશે નહીં.
The BJP is playing with India's security and the future of youths. The Agnipath scheme not just compromises our national security, it is also a cruel joke on our youths: Arunachal Pradesh Congress Committee spokesperson Gyamar Tana
અગ્નિપથ યોજના સામે કોંગ્રેસીઓનો સત્યાગ્રહ
બીજા રાજકીય પક્ષોની જેમ હવે કોંગ્રેસે પણ અગ્નિપથ યોજનાના વિરોધમાં અનેક શહેરોમાં સત્યાગ્રહનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં પવન ખેરા, લખનઉમાં અજય માકન, મુંબઈમાં સુપ્રિયા શ્રીનાતે અને ચેન્નઈમાં ગૌરવ ગોગોઈ સહિત કોંગ્રેસના 20 વરિષ્ઠ નેતાઓ અને પ્રવક્તાઓએ અનેક શહેરોમાં કમાન સંભાળી છે અને સંમેલનોને સંબોધિત કર્યા છે. કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઈને સરકાર પર પ્રહાર વધારી દીધા છે અને કહ્યું છે કે, મોદી સરકાર સેનામાં ભરતીની આ નવી યોજના લાવીને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. કોંગ્રેસ આ યોજના વિરુદ્ધ દેશના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં 'સત્યાગ્રહ' કરી રહી છે અને અગ્નિપથ યોજના લાગુ કરવા માટે તુગલકી ફરમાન પાછું ખેંચવાની માંગ કરી રહી છે.