બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / congress leader rahul gandhi at delhi laal killa speech about hatism

દિલ્હી / 'અમારી યાત્રામાં ઘણા બધા પ્રાણીઓ પણ જોડાયા', રાહુલે લાલ કિલ્લા પરથી આપ્યો પ્રેમનો સંદેશ

Vaidehi

Last Updated: 06:04 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મેગા શૉમાં ફેરવાઇ ગઇ છે. અહીં કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ યાત્રામાં જોડાયા હતાં. રાહુલની યાત્રાને સામાન્ય જનતાનું સમર્થન મળ્યું છે. દિલ્હનાં લાલકિલ્લા પર પહોંચી ભાષણ શરૂ કર્યું છે.

  • ભારત જોડો યાત્રા પહોચી દિલ્હી
  • રાહુલ ગાંધીએ લાલકિલ્લા પર આપ્યું ભાષણ
  • દેશમાં નફરત અંગે કરી પોતાની વાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ચાલી રહેલ ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પહોંચી ગઇ છે. આ યાત્રામાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ શામેલ થયાં હતાં. સવારે રામ મંદિર બપોરે હજરત નિઝામુદ્દીનની દરગાહ જઇને યાત્રા મથુરા રોડ, ઇન્ડિયા ગેટથી થઇને લાલકિલ્લા પર પહોંચી છે. રાહુલે આ યાત્રામાં શામેલ થવા માટે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.

યાત્રામાં કૂતરાંઓ પણ શામેલ થયાં- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, યાત્રામાં કૂતરાંઓ પણ જોડાયા હતાં પરંતુ કોઇએ તેમને માર્યું નથી. ગાય, ભેંસ, ભૂંડ બધાં જ પ્રાણીએ જોડાયા હતાં. આ યાત્રા પણ આપણા દેશ જેવી છે, ન કોઇ નફરત ન કોઇ હિંસા.

રાહુલ ગાંધીએ 'નફરત'થી શરૂ કર્યું પોતાનું ભાષણ
રાહુલ  ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરત-ઘૃણાને લઇને કરી છે. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાનું શરૂ નહોતું કર્યું ત્યારે લાગી રહ્યું હતું કે દેશમાં નફરત છે. પરંતુ સચ્ચાઇ આ નથી. સમગ્ર દેશમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને દૂર કરવાની આવશ્યકતા છે. 90% લોકો એકબીજાથી પ્રેમ કરે છે. રાહુલે લાલકિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારાનું ઉદાહરણ આપ્યું.

 

મલ્લિકાર્જુન ખડગેનાં મોદી પર પ્રહારો
કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કાશ્મીરમાં ત્રીરંગો ઝંડો લહેરાવીને યાત્રા પૂરી થશે. તેના બાદ હાથથી હાથ જોડો કાર્યક્રમ શરૂ થશે. ધર્મનાં નામ પર સમાજનો નાશ થઇ રહ્યો છે. બોલવાની સ્વતંત્રતા પણ છીનવાઇ રહી છે. સારી વિચારધારાનાં લોકોને ડરાવવામાં આવે છે. ભારત જોડો યાત્રા જોઇને બીજેપી સરકાર ડરી ગઇ છે અને કોરોનાનાં બહાના મારી રહી છે. પરંતુ પીએમએ સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું કે દેશમાં કોરોના વધી રહ્યો છે તેનો પ્રચાર કરો. તેથી પીએમ પોતે પણ માસ્ક લગાવી સંસદ પહોંચ્યા જ્યારે એક લગ્નમાં માસ્ક નહોતો લગાવ્યો. આ માત્ર ડરાવવા માટે છે. લોકોમાં ભય પેદા કરી યાત્રા તોડવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. ખડગેએ કહ્યું કે હું પૂછવા ઇચ્છું છું કે મોદીજી ચર્ચાથી શા માટે ભાગી રહ્યાં છે અને શું છૂપાવી રહ્યાં છે. 

કમલ હસને કહ્યું ' હું પણ ભારત પુત્ર થઇ યાત્રામાં જોડાયો છું'
અભિનેતા કમલ હસને કહ્યું કે હું ભારતપુત્ર છું તેથી આ યાત્રામાં જોડાયો છું. પાર્ટી કોઇપણ હોય. વિચારધારા અલગ હોઇ શકે છે. દેશ માટે બધું એક જ છે.  મારી વિચારધારા અલગ હતી અને મેં પોતાની એક રાજનૈતિક પાર્ટી પણ રચી પરંતુ વાત જ્યારે દેશની આવે છએ ત્યારે તમામ રાજનૈતિક રેખાઓ ઝાંખી પડી જવી જોઇએ. મેં પણ તે લાઇન બ્લર કરી છે અને અહીં આવ્યો છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ