દાન ધમણનું, મળી ધમણી / ધમણ વિવાદ : કોંગ્રેસે કહ્યું જ્યોતિ CNCએ મફતમાં નથી આપ્યાં, માલિકે કહ્યું દાન કરનારી સંસ્થા પણ અમારી

Congress leader Paresh Dhanani allegations Dhaman 1 CNC rajkot

ધમણ-1 વિવાદમાં આવ્યું છે જે સ્વદેશી વેન્ટિલેટર મશીનના મુખ્યમંત્રી વિજય રૂપાણી હિન્દીમાં વખાણ કરી રહ્યા હતા. આ એજ મશીન જેની જાહેરાત માટે દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જાણિતા ઉદ્યોગતિએ સાથે પ્રેસકોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રીના ગૃહ શહેર રાજકોટની કંપનીએ 10 દિવસમાં વેન્ટિલેટર તૈયાર કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ ઉત્સાહભેર તેની માહિતી આપી હતી અને ગુજરાતે કરી દેખાડ્યું હોવાનો ભાવ હિન્દીમાં વ્યક્ત કર્યો હતો. રાજકોટની કંપની દ્વારા ધમણ-1 વિના મુલ્યે આપવામાં આવી છે. જોકે સિવિલના સુપ્રિટેન્ડટનો પત્ર અને કોંગ્રેસના આક્ષેપ બાદ આ સ્વદેશી વેન્ટિલેટર વિવાદમાં આવ્યું. ત્યારે હવે આને લઇને ગુજરાત સરકાર પર ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ