કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તિવારીએ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 ઓક્ટોબરે એક પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસે પોતાના પત્રની સાથે શનિવારે આ માંગને લઇને એક ટ્વિટ પણ કર્યું છે.
કોંગ્રેસે કરી શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારત રત્ન આપવાની માંગ
મનીષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 ઓક્ટોબરે એક પત્ર લખ્યો
26 જાન્યુઆરી 2020ના દિવસે આ ત્રણેયને શહીદોને ભારત રત્ન આપવામાં આવે
તિવારીએ એક પત્રમાં લખ્યું કે આદરણીય પ્રધાનમંત્રી જી, હું આપનું ધ્યાન આ તરફ આકર્ષિત કરવા ઇચ્છુ છું કે શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ પોતાના વિરોધને કારણે દેશભક્તોની એક આખી પેઢીને પ્રેરણા આપી. ત્યારબાદ એમણે 23 માર્ચ 1931એ પોતાનું બલિદાન આપ્યું.
My letter to H’onble Prime Minister @narendramodi formally requesting him to accord Bharat Ratna to Shaheed-E-Azam’s Bhagat Singh, Rajguru & Sukhdev.Formally Confer the honorific of Shaheed-E-Azam on them & dedicate Chandigarh Airport located in Mohali in memory of Bhagat Singhji pic.twitter.com/PfqduZq8oi
કોંગ્રેસ નેતાએ પત્રમાં આગળ લખ્યું કે 26 જાન્યુઆરી 2020ના દિવસે આ ત્રણેયને ભારત રત્ન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. એમણે કહ્યું કે આ લોકોને ઔપચારીક રૂપે શહીદ-એ-આઝમની ઉપાધિ પ્રદાન કરવામાં આવે.
આટલુ જ નહીં મોહાલી સ્થિત ચંડીગઢ એરપોર્ટનું નામ પણ શહીદ-એ-આઝમ ભગતસિંહ એરપોર્ટ કરવાની વાત કહી. તિવારીએ આગળ લખ્યું કે, તેથી દેશના 124 કરોડ ભારતીયોને ખુશી મળશે.