Friday, May 24, 2019

કુંવરજી હળપતીની ભાજપમાં જોડવાની ચર્ચાઓ અંગે નવો વળાંક જાણો શું કહ્યું...

કુંવરજી હળપતીની ભાજપમાં જોડવાની ચર્ચાઓ અંગે નવો વળાંક  જાણો શું કહ્યું...
સુરતઃ થોડા સમય અગાઉ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હવે કોંગ્રેસના વધુ એક કુંવર ભાજપમાં જોડાશે. પૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાશે.

સુરત જિલ્લાના રાજકારણમાં કુંવરજી હળપતિ મોટું નામ છે. તેઓ બારડોલી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ પાડવામાં ભાજપ સફળ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી કુંવરજી હળપતિ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને ગુજરાત સરકારના ગ્રામગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ બનાવાયા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન ફળવતા માંડવી અને માંગરોળ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી.

ત્યારે ફરી એકવાર હાલ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યુ છે જેને લઈને તેમણે વીટીવી સાથેની વાતચીત દરમિયાન ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે સાથી કાર્યકરોની સાથે બેઠક કરીને વિચારવાનું કહ્યુ હતુ. હું આજે ભાજપમાં જોડાવાનો નથી. ભાજપમાં જોડવવા અંગે સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ