"કોંગ્રેસના મોટા નેતા આવે ત્યારે કેટલાક લોકો સ્ટેજ પર ગોઠવાઈ જાય છે"
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લઈ રહી છે તો બીજી તરફ અંદરો અંદર કોંગ્રેસમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો છે. હેમાંગ વસાવડાએ કોંગ્રેસ સેવાદળની બેઠકને લઈ બળાપો કાઢ્યો છે.
'મોટા નેતા આવે ત્યારે કેટલાક લોકો સ્ટેજ પર ગોઠવાઈ જાય છે'
હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસના મોટા નેતા આવે ત્યારે કેટલાક લોકો સ્ટેજ પર ગોઠવાઈ જાય છે અને રૂટિન દિવસોમાં આવા નેતાઓ ગ્રાઉન્ડ પર જોવા મળતા નથી તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્ય વિજયનો અંદાજ નહતો છતાં જીત્યા અને કોંગ્રેસે હારવાની માનસિકતા કાઢવાની જરૂર છે તેમણે વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર કોઈનો ગઢ નથી અને પરિસ્થિતિ પલટાતા સમય લાગતો નથી.
હેમાંગ વસાવડાનું નિવેદન
હેમાંગ વસાવડાનું નિવેદન
હેમાંગ વસાવડાએ કહ્યું કે, રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ એક બેઠક હતી જેમાં ચર્ચા કરી કે, એક રોડ મેપ બનાવી કંઈ રીતે લોકોની વચ્ચે જવું તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલના સમયમાં સેવાદળ નબળુ પડ્યું હોવાથી પાર્ટી નબળી પડી તેવું કઈ શકાય તેમજ પાર્ટીના મૂળ કાર્યકરો સાઈડમાં રહી જાય અને નવા લોકો સ્ટેજ પર આવી જાય છે.