કોંગ્રેસે 'લોકસરકાર' મોબાઇલ એપ્લિકેશન કરી લોન્ચ, નાગરીકોની સમસ્યા પહોંચાડશે સરકાર સુધી

By : hiren joshi 09:18 PM, 12 October 2018 | Updated : 09:20 PM, 12 October 2018
અમદાવાદઃ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસ લોકોને પોતાની આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસે `લોક સરકાર' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ એપને લોન્ચ કરી છે.

આ એપ્લિકેશનનું મુખ્ય ઉદ્દેશ્ય નોગરીકોની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવાનું છે. એટલું જ નહીં પરંતુ નાગરીકો પોતાની સમસ્યાનું ફોલોઅપ પણ લોકસરકાર એપર દ્વારા લઈ શકશે. આ એપ પરથી જનતા સરકારના 26 વિભાગ અને 291 પેટા વિભાગમાં મેઈલ મારફતે પોતાની ફરિયાદ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે હવે લોક સરકાર નામની મોબાઇલ એપ લોન્ચ કરી છે. જેમાં નાગરિકો પોતાની સમસ્યાઓ જણાવી શકે છે અને તે સમસ્યાને સરકાર સુધી પહોંચાડી શકે છે. Recent Story

Popular Story